________________
-૩૧૮
શોવિજયપસૂરિકૃત છે. અને પ્રભુએ મૃગાવતીને ચન્દનબાલા સાધ્વીને સંપી. અને તેમની પાસે મૃગાવતી સાધુ સામાચારી વગેરે શીખીને સંયમ ધર્મ સાધવામાં ઉજમાળ બન્યા.
એક વાર વીર પ્રભુને વંદન કરવા મૃગાવતી સાથે ચંદના સાધ્વી ગયા. તે વખતે ચંદ્ર અને સૂર્ય મૂળ વિમા. -નમાં પ્રભુને વાંદવા આવ્યા હતા. તેના તેજથી રાત્રી છે કે દિવસ છે તે બીના લેકે જાણી શક્યા નહિ. પ્રભુને ઉપદેશ - સાંભળવામાં લેકેને ઘણે કાળ ચાલ્યા ગયે. અનુમાનથી સંધ્યાકાળ જાણીને ચન્દના સાધ્વી વસતિએ ગયા, પરંતુ પ્રભુની દેશના સાંભળવા મૃગાવતી હજી દિવસ છે એમ જાણું બેસી રહ્યા. ત્યાર પછી ધર્મને ઉપદેશ કરીને પ્રભુ . અટક્યા ત્યારે સૂર્ય અને ચંદ્ર પોતાના સ્થાને ગયા. તેથી
એકદમ અંધકાર થઈ ગયે. રાત્રી પડી ગઈ જાને મૃગા- વતી પિતાના ઉપાશ્રયે આવ્યા. તે વખતે દુભાએલી ચન્દનાએ
મીઠા વચનથી કહ્યું કે કુલીન એવા તમને રાત્રીએ ફરવું શોભે નહિ. જિનેરે પણ સુસાધ્વીઓને રાત્રીએ ફરવાને નિષેધ કર્યો છે. આ પ્રમાણે ચન્દનબાલાએ શિખામણનાં - વચન કહ્યાં તે ભળીને પશ્ચાતાપ કરતી મૃગાવતી તેમના ચરણમાં પડી અને ખમાવવા લાગી. તે વખતે ચન્દના સાધ્વી ઉંઘવા લાગ્યા અને પશ્ચાતાપ કરતી મૃગાવતીને કેવલજ્ઞાન -ઉત્પન્ન થયું. કેવલજ્ઞાનથી ચન્દનબાલાની નજીક ભયંકર સર્પને જતો જોઈને ભૂમિ ઉપર રહેલો ચન્દનબાલાને હાથ મૃગાવતીએ ઉચે કર્યો. તે વખતે ચન્દનબાલા જાગી . ગયા અને પૂછ્યું કે મારે હાથ કેમ ઉંચે કર્યો. ત્યારે