________________
૩૨૦
શ્રોવિયપદ્યસૂરિકૃતજેમ અવધિ જ્ઞાનવંતી કુબેરદત્તા સાધવી, નિજ પતિના મહતિમ અજ્ઞાન હરતી જાણવી. ૧ પ્રાચીન સાથ્વીવર્ગગુરૂવ્રત સાધતા તે ધન્ય છે, પણ હાલને તે વર્ગ તે નિશ્ચયે ને શ્રેષ્ઠ છે, વાદિ મુકુટ હરિભદ્રને જિનધર્મ બોધ પમાડતી, તે યાકિની સુમહત્તરા ચક્કી દુગંતિ સુણાવતી.. ૨
કાર્થ:--શાસ્ત્રમાં પ્રીતિવાળી, અજ્ઞાનને હરણ કરનારી, ઉત્પન્ન થએલા અવધિજ્ઞાનવાલી, મેહને દૂર કરનારી, માતાને વિષે આસકત કુબેરદત્તની સ્ત્રી કુબેરદત્તા સાથ્વીની જેમ શું તે સાધ્વી પૂજ્ય નથી ? (પૂજ્ય. છે જ) પૂર્વ કાળની સાધ્વીઓ તે ધન્ય છે જ પરંતુ આધુનિક કાલની. સાધ્વીઓ પણ કલ્યાણ કરનારી છે. દષ્ટાન્ત કહે છે કે યાકિની નામની સાથ્વીએ વાદીઓમાં શ્રેષ્ઠ હરિભદ્રસૂરિને કેવલ વચન માત્ર વડે બાધ પમાડો હતો. ૬૯
સ્પષ્ટાથ-પૂર્વની તેમજ આધુનિક કાલની સાધ્વીએ પણ કલ્યાણ કરનારી હોવાથી પૂજનીય છે તે જણાવતાં કવિરાજ કહે છે કે પોતાની માતા મોહને ઉત્પન્ન કરનારી વેશ્યા હતી. તેને વિષે આસક્ત થએલ કુબેરદત્તની સ્ત્રી (બહેનો કુબેરદત્તા વૈરાગ્ય પામીને સાધ્વી થઈ હતી, તેને કર્મના - પશિમે અવધિજ્ઞાન ઉત્પન્ન થએલું હતું, અને શાસ્ત્રજ્ઞાન માં તે પ્રીતિવાળી હતી અને અજ્ઞાનને દૂર કરનારી હતી, આવી તે કુબેરદત્તા નામની સાધ્વીએ કુબેરદત્ત વગેરેને બોધ પમાડે, તેથી તે સાધ્વી શું પૂજનીય નથી અથવા પૂજવા