________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાઊંદિર
૩૧૭*
કૌશામ્બીને મજબૂત કેટ કરાવે. તે વાત અંગીકાર કરીને પ્રદ્યતન રાજાએ પિતાના ચૌદ રાજાઓને પરિવાર સાથે તે.. કામમાં જોડયા અને અવન્તીથી કૌશામ્બી સુધી રસ્તામાં માણસોને શ્રેણિબદ્ધ ગઠવીને ઈ મંગાવીને થોડા વખતમાં કૌશામ્બીને મજબૂત કેટ તૈયાર કરાવ્યું. ફરીથી મૃગાવતીએ દૂતને મોકલીને કહેવરાવ્યું કે હવે આ નગરીને ધન ધાન્ય વગેરેથી ભરી દે. રાજાએ પણ તેણીના સંગમને માટે તેમ કર્યું. હવે મૃગાવતીએ કૌશામ્બી નગી ઘણી મજબૂત બની છે એવું જાણુને નગરનાં દરવાજા બંધ કર્યા અને વિલ બનેલે ચંડપ્રદ્યતન નગરીની બહાર રહો.
. . હવે મૃગાવતીએ વિચાર્યું કે જે શ્રી મહાવીર પ્રભુ. અહીં પધારે તો હું તેમની પાસે દીક્ષા લઉં, તેના આ મને રથ જાણીને પ્રભુ પણ ત્યાં આવીને ઉદ્યાનમાં સમોસર્યા. તે વખતે દ્વાર ઉઘાડીને મૃગાવતો નિર્ભય બનીને પ્રભુને વાંદવા ગઈ. અને વૈર રહિત થએલો ચંડપ્રદ્યોત રાજા પણ પ્રભુ પાસે ગયો. તે વખતે દેશના દેતા પ્રભુની આગળ આવીને એક માણસે “જા સા એ પ્રમાણે પિતાને રાંશ પૂછયે. તે વખતે પ્રભુએ “સા સા એ પ્રમાણે જવાબમાં કહ્યું. ત્યાર પછી ગૌતમ સ્વામીએ પૂછવાથી પ્રભુએ તેની બહેનનું સ્વરૂપ કહ્યું તે સાંભળીને વૈરાગ્ય પામીને તેણે (સંશય પૂછનારે) પ્રભુ પાસે દીક્ષા લીધી. આ વખતે મૃગાવતીઓ પણ ઉઠીને ચંડપ્રદ્યોતનની રજા લઈ પ્રભુ પાસે ચારિત્ર લીધું. પ્રભુના પ્રભાવથી વૈરને ત્યાગ કરી ઉદાયનને કૌશા
નું રાજ્ય સેપી ચંપ્રત રાજા પિતાને નગરે ગયો.