________________
શ્રીક રપ્રકરસ્પાદિઃ
૩૧
કે આ સ્થળે તેણીને નક્કી તલનું લાંછન છે. તેથી તેણે તેને ક્રૂર કર્યું નહિ.
*
ચિત્રસભા પૂરી થઈ ત્યારે રાજા તેસભા જોવા આન્યા. જોતા જોતા મૃગાવતીના ચિત્ર પાસે વ્યા. પરંતુ સાથળ ઉપર તે ડાઘ જોઈ ને કાપેલેા રાજા વિચારવા લાગ્યા કે આ પાપી ચિતારાએ મારી સ્ત્રીને જરૂર ભાગવી છે, નહિ તા વસ્ત્રની અંદર રહેલ તે ડાઘને આ ચિતારા કેવી રીતે જાણે. આથી કાપેલા રાજાએ ચિતારાના દોષ કાઢીને તેને . કાટવાળ પાસે દીખાને નાખ્યા. મોજા ચિતારાઓએ “ તેને ચક્ષનું વરદાન ડાવાથી એક અંગ ઉપરથી આખું શરીર તે યથા ચિતરે છે એવુ જણાવ્યુ ” ત્યારે તેની ખાતરી કરવાને એક કુબ્જા દેખાડીને તેનું ચિત્ર ચિતરાવ્યું. તે પશુ ચિતાન રાએ યથાર્થ ચિતર્યું. છતાં કાપેલા રાજાએ તેના જમણે અંગુઠો કપાવી નાખીને છેડયા. ત્યાર પછી તે ચિતારાએ તપ કરી ફરીથી યક્ષને પ્રસન્ન કર્યો અને તેણે “ ડાખા અંગુઠાથી પણ તેજ પ્રમાણે ચિતરાશે ” એવુ વરદાન આપ્યું.
હવે તે ચિતારાએ વિચાર કર્યો કે આ રાજાએ હું નિપીધી છતાં મારી આવી કર્થના કરી. માટે કાઈક ઉપાયથી હું. આના બદલા લ; એવુ વિચારી તેણે મૃગાવતીનુ એક સુંદર ચિત્ર આલેખ્યુ. પછી ચડપ્રદ્યોતન રાજાને તે ચિત્ર દેખાડ્યુ. ચિત્ર જોઈ ને થંડપ્રદ્યોતે કહ્યુ કે આ સુંદર રૂપ કાનુ” છે? ત્યારે ચિતારાએ પણ તે કૌશામ્બી નગરીના શતાનીક રાજાની મૃગાવતી રાણીનું આ ચિત્ર છે, એ પ્રમાણે કહ્યું. વળી મૃગાવતીનાં રૂપનાં વખાણ કરતાં તેણે