________________
શીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ: નહિ તે સઘળા નગરમાં મારીને ઉપદ્રવ કરે છે. આથી ભય પામેલો ચિતારાને સમુદાય નાશી જવા લાગ્યું. ત્યારે રાજાએ તે સઘળાને નાશી જતા રહ્યા. પછી ચિતારાના નામની ચિદીઓ બનાવી એક ઘડામાં નાંખે છે. તેમાંથી દર વર્ષે એક ચિઠ્ઠી ખેંચે છે અને જેનું નામ નીકળે તે ચિતાર તે યક્ષને ચિતરે છે. આ પ્રમાણે કેટલેક કાલ ગયા બાદ એક ચિતારાને પુત્ર કૌશામ્બી નગરીથી ચિત્રકળા શીખવા ત્યાં આવ્યો. અને કઈ વૃદ્ધાને ત્યાં રહ્યો અને તે વૃદ્ધા ના પુત્ર સાથે તેને ગાઢ મૈત્રી થઈ એ વર્ષે તે વૃદ્ધાના પુત્રના નામની યક્ષને ચિતરવાની ચીઠ્ઠી નીકળી. યમના તેડા સરખી તે વાત જાણુને ડેશી રૂદન કરવા લાગી. કૌશામ્બીથી આવેલા ચિતારાના પુત્રે તેને દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે તેણીએ સઘળી હકીક્ત તેને જણાવી. ત્યારે તેણે કહ્યું કે છે માતા ! તમે રડશે નહિ. તમારે પુત્ર સુખે રહે. હું જ તેને બદલે યક્ષને ચિતરીશ. વૃદ્ધાએ કહ્યું કે તું પણ મારા પુત્ર જે છે. ત્યારે તેણે આગ્રહ કરીને તે વાત કબૂલ કરાવી.
ત્યાર પછી તે પરદેશી ચિતારાએ છઠ્ઠને તપ કરી શુદ્ધ જળથી સ્નાન કરી ચન્દનથી વિલેપન કરી, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી મુખકેશ બાંધીને નવીન કુચડે તથા ઉત્તમ પ્રકારના નવા રંગે લઈને તે યક્ષને ચિતર્યો. પછી તેણે ચક્ષને પ્રણામ કરીને કહ્યું કે હે સુરપ્રિય યથ! ઉત્તમ ચિતાર પણ તમારું યથાર્થ રૂપ ચિતરવાને સમર્થ નથી તે અ૫ બુદ્ધિવાળા મારી તે વાતજ શી? તે પણ પોતાની શકિત