________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિર
૩૧૧ હતું તેવું વર્ણવ્યું. ત્યારે પુષ્પચૂલે આચાર્યને પૂછયું કે આ વેદના તમે નરકમાં જઈને જોઈને કહે છે? આચાર્યશ્રીએ કહ્યું કે હે રાજા ! હાલમાં હું નક્કમાં ગયે નથી પરંતુ જે પ્રમાણે તીર્થકર ભગવાને શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રમાણે મેં તેનું સ્વરુપ કહ્યું છે. આથી વિશ્વાસ પામેલો રાજા જેન શાસનને દઢ રાગી થયે. પુષ્પચૂલા પણ નરકના દુખે સાંભળીને વૈરાગ્યવાળ થઈ. તેથી પુષ્પચૂલાએ પતિ પાસે દીક્ષા લેવાની રજા માગી. ત્યારે રાજાએ કહ્યું કે દીક્ષા લઈને તું ઘેર ઘેર ભિક્ષા માગે તેથી મારી અપકીર્તિ થાય, માટે દિક્ષા લઈને પણ તું મારા ઘરમાં રહે તો હું તને રજા આપું. એ વાત કબૂલ કરીને પુષ્પચૂલાએ તે નગરમાં રહેલા વિહાર કરવાને અશક્ત અગ્નિકાપુત્ર આચાર્યની પાસે દીક્ષા લીધી. અનુક્રમે સઘળા સાધુઓ બીજે વિહાર કરીને ગયા. તે વખતે પુષ્પચૂલા તેમની વચ્ચોવચાદિ કરે છે. ભદ્રક ભાવથી ગુરૂની સેવા કરતાં તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. કેવલજ્ઞાન પામ્યા છતાં પણ તે ગુરૂની સેવા કરે છે.
એક વાર વરસતા વરસાદમાં વિહાર કરીને તે આવી, ત્યારે ગુરૂએ કહ્યું કે તે વ્રતની વિરાધના કરી છે, ત્યારે તેણીએ કહ્યું કે હું અચિત્ત વરસાદ વરસતા આવી છું માટે વિરાધના કેવી રીતે થાય? ત્યારે ગુરૂએ પૂછયું કે અચિત્ત વરસાદ તે કેવી રીતે જાણ્યું ? તે વખતે પુષ્પચૂલાએ કહ્યું કે કેવળજ્ઞાનથી હું સમરત લોકાલોકને જાણું છું. આ સાંભળીને મેં કેવલીની આશાતના કરી એ પ્રમાણે ગુરૂ શોક કરે છે. પછી કેવલીના પગમાં પડીને ગુરૂએ પૂછયું કે મને