________________
૩૧૦
શ્રીવિજયપદ્યસૂરિકત– બંનેને કલાચાર્ય પાસે સાથે ભણવાને મોકલ્યા. તેઓ સઘળી કલાઓ સાથે શીખ્યા. એ પ્રમાણે વૃદ્ધિ પામતાં તે બને યુવાવસ્થાને પામ્યા. આ બંનેને એક બીજા સાથે ગાઢ સ્નેહવાળા જેઈને રાજાએ વિચાર્યું કે આ બંનેને જુદે જુદે સ્થળે પરણાવવાથી બંને જુદા પડશે. અત્યાર સુધી ગાઢ પ્રેમ પૂર્વક સાથે રહેલા તે બેનો જે વિયોગ થશે તે બંનેનું હૃદય ફૂટી જશે. આવું વિચારીને રાજાએ તે બંને ભાઈ એનને એક બીજા સાથે પરણાવ્યા.
પુષ્પવતી રાણીએ આવું અગ્ય કૃત્ય જાણીને લેકના અપવાદથી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. સઘળા લોકેએ પણ રાજાના આ કાર્યની નિન્દા કરી. પિતાની નિન્દાને સહન ન. કરતા હોય તેમ રાજા પણ થોડા વખતમાં મરણ પામ્યા. મંત્રીઓએ પુષચૂલને ગાદીએ બેસાડ. પુષ્પવતી સાથ્વી પણ તીવ્ર તપ કરીને મરણ પામીને દેવલોકમાં ઉત્પન્ન થઈ. ત્યાર પછી દેવ થએલી પુષ્પવતીએ અવધિજ્ઞાનથી પુષ્પચૂલ અને પુષ્પચૂલાને વિષય સુખમાં ઘણું આસક્ત જાણીને વિચાર્યું કે મારાં આ બાળકે દુર્ગતિના દુઃખ પામે નહિ એવું મારે કરવું જોઈએ. આવા વિચારથી તેણે સ્વપ્નમાં અતિ દુખવાળી નરકની વેદનાઓ તે બંનેને દેખાડી. સવારે રાજાએ પાખંડીઓને નરકની વેદનાનું વર્ણન કરવા કહ્યું. પરંતુ તેઓએ પોતાની બુદ્ધિથી કપેલું જેવું તેવું વર્ણન કર્યું. તેથી રાજાને વિશ્વાસ નહિ આવવાથી અન્નિકાપુત્ર સૂરિની પાસે જઈને પ્રણામ કરીને નરકનું સ્વરૂપ પૂછ્યું. આચાર્ય પણ અનેક પ્રકારની નરકની વેદનાનું સ્વરૂપ સ્વપ્નમાં જોયું