________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાદિક
૩૦૯ મને કેવલજ્ઞાન ઉપજે તે માટે તેમને વંદન કરવું પડે નહિ. આવી ભાવનાથી ઉગ્ર તપ કર્યા છતાં તેમને કેવલજ્ઞાન ઉપજતું નથી, કારણ કે મનમાં રહેલું અભિમાન દૂર ન થાય ત્યાં સુધી કેવલજ્ઞાન શી રીતે ઉપજે? અર્થાત્ ન જ ઉપજે. આ વખતે બ્રાહ્મી (અને સુંદરી) એ તેમની પાસે આવીને હે વીરા! (ભાઈ!) હાથી ઉપરથી ઉતરે એ પ્રમાણે કહ્યું તે સાંભળીને વિચાર કરતાં તેમણે અભિમાન છોડી દીધું. તેથી તત્કાળ કેવલજ્ઞાન ઉપન્યું. માટે બાહુબલિને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવામાં બ્રાહ્મી સાથ્વી કારણભૂત હતા. તેવી જ રીતે પુષ્પચૂલા નામે સાધ્વીને કેવલજ્ઞાન થયું છે છતાં ગુરૂ ભક્તિને લીધે પોતાના ગુરૂ અગ્નિકાપુત્ર આચાર્ય કે જે પગના વ્યાધિને લઈને વિહાર નહિ કરી શકવાથી એક જ સ્થળે રહ્યા હતા, તેમને નિર્દોષ આહાર લાવી આપનાર સાધ્વીના નિમિત્તે અગ્નિકાપુત્ર આચાર્યને પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તેમજ ચેટક રાજાની પુત્રી મૃગાવતી સાધ્વી પોતાના ગુરૂજી ચંદનબાલા સાધ્વીને કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં નિમિત્ત બન્યા હતા. આથી સાબીત થયું કે સાધ્વીઓ પણ પૂજનીક છે. આ બાબતમાં બ્રાહ્મી સાધ્વીનું દષ્ટાન્ત આગળ આવતી બાહુબલિની કથામાં કહેવામાં આવશે.
પુપચૂલા સાધ્વીની કથા આ પ્રમાણે -- .
પુષ્પભદ્ર નામના નગરમાં પુષ્પકેતુ નામને રાજા હતે. તેને પુષ્પાવતી નામે રાણી હતી. તે રાણીને પુષ્પચૂલ નામે પુત્ર અને પુષ્પચૂલા નામે પુત્રી એક સાથે ઉત્પન્ન થયા. તે બંને સાથે રમતા વૃદ્ધિ પામવા લાગ્યા. અને પરસ્પર બંનેને એ સ્નેહ હતું કે શરીર માત્રથી તેઓ જુદા હતા. તે