________________
---
ર
શ્રીવિજયપધસૂરિકૃતકેવલજ્ઞાન કયારે થશે? ત્યારે કેવલી સાધ્વીએ કહ્યું કે તમે ખેદ કરે નહિ. તમને પણ ગંગા નદી ઉતરતાં જરૂર કેવલ જ્ઞાન થશે. - તેથી ગુરૂ વિહાર કરીને ગંગાના કાંઠે ગયા. અને વહાણમાં બેસીને નદી ઓળંગવા લાગ્યા. તે વખતે પૂર્વ ભવના વૈરી કેઈક દેવે તે વહાણ ભાંગ્યું. અને ગંગાને ઉતરતાં ગુરૂને શૈલીમાં પરેવ્યા. તે વખતે યાદ્ધ ચિત્તવાળા ગુરૂએ વિચાર્યું કે “મારા શરીરના પડવાથી નદીના પૂરમાં રહેલા છને ઘાત થાઓ નહિ” એ પ્રમાણે શુભ ધ્યાનમાં ચઢેલા તેમને કેવલજ્ઞાન ઉપન્યું. અને તેજ વખતે મરણ પામીને મેક્ષે ગયા. નજીકમાં રહેલા વ્યક્તર દેવેએ તેમને મહોત્સવ કર્યો. તેથી લોકોમાં તે સ્થાન પ્રયાગ તીર્થના નામે પ્રસિદ્ધ થયું. પુષ્પચૂલા સાધ્વી પણ કેવલીપણે લાંબા કાળ સુધી પૃથ્વી ઉપર વિચરીને અંતે મેક્ષે ગયા. આ પ્રમાણે સ્ત્રીઓ પણ બીજાને ધાર્મિક લાભ પમાડે છે, માટે ભવ્ય જીવોએ પરમ ઉલ્લાસથી સાધ્વીની સેવા કરી સંસાર સમુદ્રને પાર પામો.
છે ઇતિ પુષ્પચૂલા કથા છે મૃગાવતી અને ચન્દનબાલાની કથા આ પ્રમાણે – * કૌશામ્બી નામની નગરીમાં શતાનીક નામે રાજા હતે: તેને મૃગાવતી નામે રાણી હતી. આ તરફ સાકેતપુર નગરમાં સુરપ્રિય નામને યક્ષ દર વર્ષે મહોત્સવ પૂર્વક ચિત્રાય છે. ચિત્રાએલે તે યક્ષ તે ચિતરનારને મારે છે. અને જે ચિત્ર