________________
૧૪
શ્રીવિજયપક્વસૂરિકતપ્રમાણે મેં ચિત્ર કર્યું છે તેમાં કાંઈ ભૂલ થઈ હોય તો તે મારો અપરાધ ક્ષમા કરજે. આવા પ્રકારનાં વિનયવાળા વચનથી તુષ્ટ થએલા તે યક્ષે તેને વરદાન માગવાનું કહ્યું. ત્યારે તેણે કહ્યું કે જે તમે મારા ઉપર પ્રસન્ન થયા છે તે. તમારે હવે કઈ ચિતારાને માર નહિં એવું વરદાન મને આપે. યક્ષે કહ્યું કે તને માર્યો નથી માટે એ વાત તો સિદ્ધજ છે. માટે તારા સ્વાર્થની સિદ્ધિ માટે કોઈ વરદાન માગ. ત્યારે તેણે કહ્યું કે જે કોઈ સ્ત્રી અગર પુરૂષનું એક અંગ જોઉં, તે પણ તેને અનુસરે તેનું આખું રૂપ હું ચિતરી શકું એવું વરદાન આપો. યક્ષે પણ “એમ થાઓ.” એવું વરદાન આપ્યું. ત્યાર પછી લેકેથી પૂજાએલે તે ચિતારે પિતાની કૌશામ્બી નગરીએ ગયે.
એક વાર સભાની અંદર બેઠેલા શતાનીક રાજાએ કહ્યું કે મારે બીજા રાજાઓથી શું ન્યૂન છે? એવું પૂછતાં “તમારે રમણીય ચિત્રસભા નથી” એવું લોકેએ કહેવાથી તેણે ચિતારાઓને ચિત્રસભા બનાવવાને આજ્ઞા કરી. તે ચિતારાઓએ સભા ભૂમિનું કાર્ય વહેંચી લીધું, તેમાં પેલા વરદાનવાળા સિતારાને અન્તઃપુરને વિભાગ ચિતરવાનો આવ્યું. ત્યાં ચિત્ર ચિતરતાં તેણે જાળીની અંદરથી મગાવતીને અંગુઠે છે, અને પક્ષના વરદાનને લીધે તેણે મૃગાવતીની આબેહૂબ છબી ચિતરી. ચિતરતાં ચિતરતાં કુચડાના ઉપરના ભાગમાંથી તે છબીને સાથળ ઉપર એક શાહીનું ટીપું પડયું તે ચિતારાએ દૂર કર્યું. ફરીથી તે મષી બિન્દુ પડયું. ફરીથી પહેલું જેઈને ચિતારાએ વિચાર્યું