________________
૩૦૬
શ્રીવિજયપવસૂરિકૃતશ્રેષ્ઠ ચારે નાખતાં જલપાન તેમ કરાવતા, સંતેષ માહે મહાલતી કેમલ કરે પંપાળતા; ઔષધાદિક દેઈમુનિને બાહુ ભરત નૃપતિ થયા, વિશ્રામાદિકથી સુબાહુ બાહુબલિ કેવલી થયા. ૨
શ્લોકાર્થ–મુનિરાજને નિર્દોષ ભોજન, પાણ. વસ્ત્ર, નિવાસ અને ઔષધ કરાવવાથી તથા વૈયાવૃત્ય કરવાથી શ્રીમાન્ બાહુ અને સુબાહુની જેમ પરભવમાં વિસ્મયકારક ભેગો અને બળ મળે છે. અહીં દષ્ટાન્ત કહે છે કે તે કામધેનુ પણ સારે ચારો અને પાણી આપવાથી તથા હાથના કેમલ સ્પર્શ વડે અતિશય સંતોષ પામે છે. ૬૭
સ્પષ્ટાર્થ–સાધુ મુનિરાજને પ્રાસુક એટલે અચિત્ત અને નિર્દોષ ભેજન, પાણી, વસ્ત્ર રહેવાનું સ્થાન તથા ઔષધ આપવાથી તેમજ તેમની વૈયાવચ્ચ કરવાથી એટલે સારસંભાળ રાખવાથી બાહુ અને સુબાહુની જેમ પરભવમાં જેનારને આશ્ચર્ય ઉપજાવનારા ભેગો અને બેલ મળે છે. કારણ કે શ્રીમાન બાહુએ આગલા ભવમાં મુનિને અનપાન ઔષધ વગેરે લાવી આપ્યાં હતાં તે શ્રીરામભદેવના પ્રથમ પુત્ર ભરત ચક્રવતી થયા. અને ચક્રવર્તીના ભાગે મેળવ્યા. તેમજ સુબાહુએ મુનિનો વૈયાવચ્ચ કરી હતી તે તમને બાબલિના ભવમાં એવું બલ પ્રાપ્ત થયું કે તેમણે ભરત ચક્રવર્તીને પણ જીત્યા. આ બાબતમાં કવિરાજ દષ્ટાન્ત આપતાં જણાવે છે કે કામધેનુ ગાયને સારો ચારે પાણી આપવામાં આવે અને કેમલ હાથે પંપાળવામાં આવે તો તે પણ ઘણું રાજી થાય