________________
૩૦૪
શ્રીવિજ્યપદ્યસૂરિકૃત
વજસેન રાજાની ધારિણી નામની રાણના પુત્રો થયા. અને કેશવને જીવ સુયશા નામે સારથિ થયો. તથા વૈદ્યને જીવ વજી નામે ચક્રવર્તી છે. રાજપુત્રને જીવ બાહુ નામે, ત્રીજે મન્ની પુત્રને જીવ સુબાહુ નામે, શેઠ અને સાર્થેશના પુત્રો પીઠ અને મહાપીઠ નામે થયા. તથા સુયશા બાલ્યાવસ્થાથી જ સારથિ થયે. બધાને પૂર્વ ભવના સ્નેહને લીધે દઢ પ્રીતિ થઈ. : હવે વજસેન રાજા વજનાભને ગાદીએ બેસાડી વત્ર લઈને તીર્થકર થયા. વજાનાભ રાજા પણ સર્વ વિજયને જીતીને ચકવત થયા. તેમણે તીર્થકર પિતાની પાસે ધર્મ સાંભળીને પોતાના ચારે ભાઈઓ તથા સારથિની સાથે દીક્ષા લીધી. ત્યાર પછી વજના આચાર્ય પદ પામ્યા અને વોશ સ્થાનકની આરાધના કરી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું. યાવૃત્ય કરતાં બાહુએ ચકવર્તી પણાના પુણ્યને બંધ કર્યો.. સાધુઓની વૈયાવૃત્ય કરતાં સુબાહુએ ચક્રવર્તીના બલને જીતનાર બાહુનું અપૂર્વ બલ મેળવ્યું. સાધુની વૈયાવૃત્ય અને વિશ્રામણામાં આસક્ત આ બંનેને ધન્ય છે. એ પ્રમાણે, વજનાભ ગુરૂએ બાહુ અને સુબાહુની પ્રશંસા કરી. તે સાંભળીને પીઠ અને મહાપીઠ વિચારવા લાગ્યા કે જેઓ કાર્ય કરનારા છે તેઓ લેકમાં વખણાય છે અને સ્વાધ્યાયમાં તત્પર રહેનારા આપણને કેણ વખાણે? એ પ્રમાણે માયા શલ્યથી તેઓએ સ્ત્રીત્વપણું આપનાર કર્મ બાંધ્યું. વ્રતને પાલીને અંતે અનશન કરીને તે છએ મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચવીને વજનાભને જીવ અષભ