________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ:
૩૦૪
નામે પુત્ર થયે. તેજ નગરમાં જાને મહીધર નામે પુત્ર હતે. તથા પ્રધાનને સુબુદ્ધિ નામે પુત્ર હતું. સાથે પતિ સાગરને પૂર્ણભદ્ર નામે પુત્ર હતો. ધન શ્રેષ્ટિને ગુણકર નામે ચે પુત્ર હતું. આ તરફ શ્રીમતીને જીવ દેવકથી આવીને ઈશ્વર નામના શેઠને કેશવ નામે પુત્ર થે.
આ પ્રમાણે જવાનન્દ વગેરે છ જણાને પરસ્પર દઢ મંત્રી થઈ. એક વાર જીવનન્દને ઘેર રહેલા તેમણે ભિક્ષાને માટે આવેલા એક મુનિને જોયા. તે સાધુનું શરીર કૃમિના સમૂહથી વ્યાપ્ત હતું. તેમના ગયા પછી તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે આપણે પાપી છીએ, કારણ કે આ નિ:સ્પૃહ મુનિની શ્રેયાવૃત્ય કરવાની આપણી બુદ્ધિ થઈ નહિ. તે પછી આ ધન અને જન્મ વડે શું? * ત્યાર પછી તે છએ જણા ગશીર્વચન્દન, રત્નકંબલ, શિક્ષપાકતેલ વગેરે લઈને મુનિ જે સ્થળે હતા તે વનમાં ગયા. અને મુનિની રજા લઈને તેઓ તરતની મરેલી ગાયનું કલેવર લાવ્યા અને લક્ષપાક તેલ વગેરેના પ્રયોગથી મુનિના શરીરને મસળીને તેમાંથી કરમીઆઓને કાઢીને તે મૃત કલેવરમાં નાખીને મુનિના શરીરને રોગ રહિત કર્યું. મુનિએ અન્યત્ર વિહાર કર્યો અને તેઓ પણ પિતાને ધન્ય માનતા પિત પિતાને સ્થાને ગયા. ત્યાર પછી વૈરાગ્ય આવવાથી છએ જણાએ સંયમ લીધું અને સમાધિ પૂર્વક મરીને અશ્રુત દેવલોકમાં દેવ થયા.
ત્યાંથી ચ્યવીને તેમાંથી પાંચ જણ પુંડરગિણી નગરીમાં