________________
૨૯૪
શ્રીવિજયપધસૂરિકૃત
લેકાર્થ –હે સજ્જન ! જ્ઞાન ભણુ. જ્ઞાનને પાઠ કરનારને અન્નાદિ વડે સહાય કરે દ્રવ્યથી જ્ઞાન લખાવો, જ્ઞાનનું સ્મરણ કરે. અને બીજાને જ્ઞાન દાન કર. કારણ કે જ્ઞાન એજ તત્વ છે. જુઓ શય્યભવ નામના મુનિએ પિતાના પુત્રને શ્રતને લેશ પણ આપે. જગતની અંદર અમૃતના પાન સિવાય બીજું કે ઉત્તમ પાન (પીણું) નથી. ૬૩
સ્પણર્થ:-શ્રતની ભક્તિ કેવી કેવી રીતે કરવી તે જણાવતાં કવિ કહે છે કે હે સજજન! તમે મૃત જ્ઞાનને. અભ્યાસ કરે. વળી જેઓ શ્રુતજ્ઞાન ભણે છે તેવા મુનિએ વગેરેને આહાર તથા વસ્ત્ર વગેરેના દાન વડે સહાય કરનારા થાઓ. બીજાઓને દ્રવ્ય આપીને શ્રતજ્ઞાન લખાવે. કારણ કે કહ્યું છે કે જે ધન્ય પુરૂષો જેનાગમનાં પુસ્તક લખવે છે તેઓ સર્વ શ્રતને જાણીને સિદ્ધિમાં જાય છે તેમાં સંશય. નથી. વળી સ્મરણ કરે એટલે જે ભણ્યા છે તેને સંભારી જાઓ. તેમજ બીજાને જ્ઞાનનું દાન આપે એટલે બીજાઓને ભણાવે. કારણ કે આ જ્ઞાન એજ સાર છે. કારણ કે તે આ ભવમાં અને પરભવમાં ઉપકારી છે. આ બાબતમાં દષ્ટાન્ત. આપતાં જણાવે છે કે શય્યભવ નામના સૂરિએ પિતાને પુત્ર મનક કે જેણે તેમની પાસે આવીને બાલ્યાવસ્થામાં દીક્ષા લીધી હતી અને સૂરિએ જાણ્યું કે તેનું આયુષ્ય જ બાકી છે તેથી તેના કલ્યાણને માટે શ્રુતના સાર રૂપ દશવૈકાલિક સૂત્ર બનાવીને ભણાવ્યું. (આ મનપુત્રની કથા પહેલાં આવેલી હોવાથી ત્યાંથી જોઈ લેવી. ) જેમ જગતની