________________
૩૦૦
શ્રીવિજ્યપધસૂરિકૃત– વડે ઓળંગાતે નથી? અર્થાત જેમ દવે નાને છે તે છતાં પણ ઘેર અંધકારથી ભરેલો માર્ગ તેના વડે ઓળંગી શકાય છે તેવી રીતે સાધુ મહારાજની ભક્તિ વડે આ સંસાર સમુદ્ર તરી શકાય છે. ૬૬
ધન ગૃહપતિ તથા છવાનંદ વૈદ્યની કથા –
આ જંબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામે મેટું નગર છે. ત્યાં પ્રસન્નન્દુ નામે ન્યાયી રાજા હતું. તે નગરમાં સંપત્તિવાળો ધન નામે સાર્થવાહ હતે. એક વાર તે ધન સાર્થવાહ સાથેની સાથે વસન્તપુર તરફ ચાલ્યું. તે વખતે ધર્મશેષ નામે મુનિ તે સંઘ સાથે ચાલ્યા. રસ્તે જતાં ચોમાસું બેસી ગયું. તેથી આગળ જઈ શકાય તેમ નહિ હોવાથી સાથેના લેકે ઝુપડાં બનાવીને રસ્તામાં રહ્યા. તે વખતે મણિભદ્દે આપેલા એક ઝુંપડામાં ગુરૂ પણ ચોમાસું રહ્યા. હવે ચોમાસું લાંબું ચાલવાથી લોકોની પાસેનું ભાથું પૂરું થઈ ગયું. તેથી સાર્થના લેકે કન્દમૂલ ફલ વગેરે ખાવા લાગ્યા, પરંતુ ગુરૂ તે તે નહિ લેતાં યથાશક્તિ તપ કરે છે. તે વખતે અપૂર્વ ભક્તિભાવવાળા સાથે વહે સાધુઓને પિતાના ઘેિર વિનંતિ કરીને તેમને થીજા ઘીથી પ્રતિલાલ્યા (ઘી હેરાવ્યું) હવે ચોમાસું પૂરું થયું ત્યારે ધમષ મુનિને ઉપદેશ સાંભળી ધન સાર્થવાહે ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો. પછી ત્યાંથી તે વસન્તપુર નગરે ગયે. ત્યાં પોતાને સામાન વેચીને ત્યાંથી પાછા પોતાને ઘેર આવ્યું. પછી આયુષ્ય પુરું થયે મરણ પામીને ઉત્તરકુરૂમાં ધન સાર્થવાહ યુગલિક રૂપે