________________
૨૯૨
શ્રીવિજય પવસૂરિકૃત
--
ગુરૂએ કહ્યું કે આ દષ્ટિવાદ દીક્ષિત સાધુએથી જ ભણું શકાય છે પરંતુ શ્રાવકને ભણાવાય નહિ. ત્યારે આર્યરક્ષિત કહ્યું કે મને દીક્ષા આપીને ભણું. ત્યારે ગુરૂએ તેમને દીક્ષા આપી અને સઘળે સાધુને આચાર શીખવ્યું.
ત્યાર પછી થોડા જ વખતમાં તેઓ અગિઆર અંગ ભણે ગયા. ત્યાર પછી પોતે ભણેલા પૂર્વે કાંઈક શીખવીને ગુરૂએ કહ્યું કે હવે હું આનાથી આગળ પૂર્વ જાણતો નથી માટે તમે શ્રી વાસ્વામીની પાસે જાઓ અને ઉલ્લાસથી બાકીના પૂર્વને અભ્યાસ કરે. આ પ્રમાણેની ગુરૂની આજ્ઞાથી તેઓ વજાસ્વામીની પાસે ગયા અને નવ પૂર્વ સંપૂર્ણ ભણ્યા. ને દશમા પૂર્વને કાંઈક અભ્યાસ થયે. ત્યારે ઉદ્વેગ પામેલા આર્યરક્ષિત મુનિએ કહ્યું કે હવે કેટલું ભણવાનું બાકી રહ્યું છે. ત્યારે તેમણે કહ્યું કે સમુદ્રમાંથી ટીંપા જેટલું તમે ભણ્યા છો. અને બીજુ બધું હજી બાકી છે. તે વખતે નિરૂત્સાહી બનેલા તેમણે તેમની રજા લીધી અને પિતાને તેડવા આવેલા પિતાના નાના ભાઈ આર્ય ફશુરક્ષિતની સાથે ગુરૂની પાસે આવ્યા. - ત્યાર પછી રાજી થએલા સૂરિવરે આરક્ષિતને પિતાને પદે સ્થાપન કયાં અને તેમને આચાર્ય પદવી આપી. પૃથ્વી ઉપર વિચરતા આર્યરતિસૂરિએ ઘણું જીને પ્રતિબંધ પમાડે. તેમણે પિતાની માતા, પિતા તથા પિતાના ભાઈ આર્યફલ્સ વગેરે સઘળાં સગાંઓને દીક્ષા આપી અને ઉત્તમ ગતિ પમાડી. એ પ્રમાણે આરક્ષિતસૂરિ ઘણા લાંબા વખત સુધી શ્રીઅરિહંત શાસનની પિતાના રૂડા જ્ઞાન વડે પ્રભા