________________
ર૯૦
શ્રીવિજયપતાસૂરિકૃત
સેનાની બુદ્ધિથી સુવર્ણ સરખા દેખાતા કાચને વિષે આદર કર્યો છે તેઓ સાચા સેનાને મેળવીને શું તેને ત્યાગ કરે? અર્થાત્ ન કરે. દર ,
પાથ –હવે કવિરાજ ઈતર એટલે અન્ય ધમીએના શાસ્ત્ર કરતાં જેનાગમની વિશેષતાં જણાવતાં કહે છે કે શ્રીઆર્યરક્ષિત અન્ય અન્ય દર્શનેને અભ્યાસ કરીને પંડિત પણું મેળવ્યું હતું, અથવા તે લેકમાં મહા વિદ્વાન તરીકે મનાયા હતા, છતાં પણ તેમણે ત્રણ જગતને હિતકારક એવા નાગમને ફરીથી અભ્યાસ કર્યો. આ શ્રુતજ્ઞાન આ લેક અને પરલોક એ બંને લેકમાં હિતકારક હોવાથી ત્રણે જગતને હિતકારક કહ્યું છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં કવિરાજ જણાવે છે કે કેઈક માણસે આ સેનું છે એવું માનીને તેના જેવો જણાતે કાચને કકડો ગ્રહણ કર્યો તે માણસ જ્યારે સાચા સેનાને મેળવે ત્યારે તે (મનુષ્ય) તે સાચા સોનાને ત્યાગ કરે ? અથવા સાચા સોનાને ઓળખનાર જેમ તેને ત્યાગ કરતા નથી તેમ સાચું જ્ઞાન એળખનાર સાચા જ્ઞાનને પણ ત્યાગ કરતો નથી જ. ૬૨
શ્રી આર્યરક્ષિતસૂરિની કથા માહેશ્વરી નામની નગરીમાં સોમદેવ નામે બ્રાહ્મણેમાં અગ્રેસર બ્રાહ્મણ હતા. તેને ફલ્યુમિત્રા નામની સ્ત્રી હતી. તે જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરનારી હતી. તેમને આર્ય રક્ષિત નામે પુત્ર હતો. તેણે વિદ્યાને અભ્યાસ કરવા માટે પિતાના દેશને ત્યાગ કર્યો. પરદેશમાં રહીને બધા લૌકિક શાસ્ત્રોને