________________
૨૮૮
શ્રીવિજયપદ્રસૂરિકૃતઆરાધના કરી. છેવટે જ્યારે આ દુઃષમ આરાના પ્રભાવથી સ્વેચ્છનું બળ વધી ગયું ત્યારે તે તીર્થ તેમના હાથમાં ગયું, અને ત્યારથી તે હજ એ નામનાં તીર્થરૂપે ઓળખાયું. આ પ્રમાણે તીર્થ કરાવનારનું ધન કીર્તિને વધારનારૂં થાય છે એવું જાણીને સ્વર્ગ અને મેક્ષની ઈચછાવાળા ભવ્ય જીએ પિતાનું ધન તીર્થની અંદર જરૂર વાપરવું જોઈએ.
છે દતિ બાહુબલિ કથા છે તે ભરત ચક્રવતીએ કરાવેલ અષ્ટાપદ તીર્થની કથા te
પ્રથમ શ્રી રાષભ જિનેશ્વર એક લાખ પૂર્વ વર્ષ સુધી ચારિત્ર પાળીને અષ્ટાપદ પર્વત ઉપર મોક્ષે ગયા. તે વખતે ઘણું દેવે ભેગા થઈને પ્રભુની ઉર્ધ્વદેહિક કિયા (નિર્વાણ પાછળની કિયા) કરીને પિત પિતાને સ્થાને ગયા. પ્રભુની ઉપર ભક્તિવાળા તેમના પુત્ર. શ્રીભરત ચક્રવતીએ જે સ્થળે પ્રભુ નિર્વાણ પામ્યા. તે જગા ઉપર પોતાના વર્ષકિ રત્નની પાસે ચાર દ્વારવાળું અને શુભ આકારવાળું એક જન લાંબુ અને ત્રણ ગાઉ ઉંચું જિનાલય બંધાવ્યું. તે જિનાલય નન્દીશ્વર દ્રોપના. જિનાલય જેવું હતું અને તે સિંહનિષદ્યા નામે પ્રસિદ્ધ થયું. તે તીર્થને વિષે પિત પિતાના વર્ણ અને પ્રમાણવાળી ચોવીસે જિનેરેની પ્રતિમાઓ સ્થાપના કરી. તે જિનાલયને સુવ
ના દંડ અને કલશથી શણગાર્યું. તેના ઉપર ફરતી. ધજાઓ ભરત રાજાની કીર્તિને ચારે બાજુ ફેલાવતી હોય તેવી જણાય છે. આ પ્રમાણે તીર્થને વિષે પિતાનું ધન.