________________
२८१
શ્રીવિજયપદ્યસૂરિકૃતઅને કીર્તિને વધારનારું થાય છે, વિજા વડે દેદીપ્યમાન - ભરત ચક્રવર્તીના પુણ્ય અને યશને ફેલાવનાર અષ્ટાપદ પર્વતને આજ સુધી કોણે નમસ્કાર કર્યો નથી? ૬૧ ,
સ્પષ્ટાર્થ –કવિરાજ તીર્થ (ચિત્ય)ની સ્થાપના કરનાર ભવ્ય જીને બીજા પણ કયા કયા લાભ થાય છે. તે જણાવે છે–પ્રથમ તીર્થકર શ્રીષભદેવના પુત્ર બાહુબલી વગેરેની જેમ વિવિધ તીર્થની સ્થાપના કરનારની લક્ષ્મી - સ્થિર બને છે. તેમજ તે તીર્થ તેના પુણ્યને અને કીતિને વધારનારૂં પણ થાય છે. માટે ભવ્ય જીવોએ પિતાના ધનને તીર્થ સ્થાપનામાં પણ જરૂર સદુપયેગ કરવો જોઈએ. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે રાષભદેવના જ પુત્ર ભરત ચક્રવતીએ ધ્વજાઓ વડે દેદીપ્યમાન અને આ. અવસર્પિણી કાળમાં થએલા ચોવીસે જિનની પ્રમાણે પેત પ્રતિભાવાળું જે તીર્થ સ્થાપ્યું તે તીર્થને કોણે નમસ્કાર કર્યો નથી? અથવા ઘણું છાએ આ અષ્ટાપદ તીર્થને નમસ્કાર કર્યો છે. આ તીર્થથી ભરત ચક્રવર્તીના પુણ્ય અને યશ ચારેતરફ ફેલાયા. આ પ્રમાણે તીર્થને મેટે મહિમા છે. ૬૧ શ્રી બાહુબલીની કથા ટૂંકામાં આ પ્રમાણે જાણવી--
તક્ષશીલા નામની નગરીમાં મહા પરાક્રમી શ્રી ઋષભજિનેશ્વરના પુત્ર બાહુબલી રાજા રાજ્ય કરતા હતા. એકવાર : છઘસ્થ અવસ્થામાં શ્રી આદિનાથ પ્રભુ પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા તે નગરીના બહારના ઉદ્યાનમાં સમેસર્યા. માળીએ તે હકીકત બાહુબલીને જણાવી. તેથી પ્રસન્ન થએલા તે રાજાએ તેને ચામર