________________
૧૮૪
શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત
( પેાતાના પૂર્વ ભવના મિત્રને ) ભૃગુકચ્છના રાજા મીજે દિવસે મારી નાખશે એવું જાણીને તે પ્રભુ એકજ રાત્રીમાં સાઠ યાજન ભૂમિ ઓળંગીને મિત્રને પ્રતિબધ કરવા માટે ભૃગુકચ્છની ઈશાન બાજુએ સમાસર્યા. રાજા તે ઘેાડા ઉપર મેસીને જિનેશ્વરને નમવાની ઈચ્છાથી પરિવાર સાથે ત્યાં ગયા. જિનેશ્વરને પ્રણામ કરીને યથાસ્થાને બેઠા,
તીર્થંકરને જોઇને ઘેાડાને જાતિસ્મરણ જ્ઞાન થયુ. તેથી તે ખરીએ વડે જમીન ખાદે છે અને અન્નુપાત કરે છે. અને બીકણ દૃષ્ટિથી વારવાર પ્રભુના સન્મુખ જુએ છે. પ્રભુએ તેને જોઇને કહ્યું કે હું મિત્ર ! તું ખુદ કર નહિ. મેં કહ્યા પ્રમાણે તે વખતે તે પહેલા કર્યું નહિ, જે તે વખતે તેં મારૂં કહ્યું કર્યું " હાત તા તું રવગામી અથવા મેાક્ષગામી થયા હાત. માટે હે મિત્ર! હજી પણ સમાધિ પૂર્ણાંક ધર્મધ્યાનમાં લીન અનીશ તા તને સ્વર્ગની લક્ષ્મી મળશે.
આ જોઈને રાજાએ કહ્યુ કે હે પ્રભુ! આ અશ્વ કાણુ છે? અને તમને જોઈને એને વૈરાગ્ય શાથી થયા ? ત્યારે પ્રભુએ પેાતાના તથા ઘેાડાને સર્વ વૃત્તાન્ત કીર્તિ પાલ રાજાને જણાવ્યા. તેથી રાજા વિસ્મય પામ્યા. પ્રભુએ ઘેાડાને અરિહંતના ધર્મ આપ્યા. અશ્વ પણ તે જૈનધર્મની આરાધના કરી સુખે મરણ પામ્યા અને દેવલેાકમાં ઉત્પન્ન થયા. કીર્તિ પાલ રાજાએ પણ પ્રભુ આગળ જૈનધર્મ પામીને ત્યાં અન્ધાવમાધ નામનું ચૈત્ય કરાવ્યું. અને શ્રીમુનિસુવ્રત સ્વામીની મનેાહર પ્રતિમા મનાવરાવીને રાજાએ તેમાં પધરાવી. આ ચૈત્યનું દર્શીન મનુષ્યાને સમ્યકત્વ પમાડનારૂં થયું.