________________
૨૮૨
શ્રીવિજયપધસૂરિકૃતછે કે જેમ કીર્તિપાલ નામના રાજાએ ભેગુ ક્ષેત્રને વિષે તુરંગમબેધક અથવા અધાવબોધક નામે ચિત્ય કરાવ્યું તે હર્ષને માટે થયું, તેમ મંદિરના બંધાવનાર ભવ્ય છે પણ રાજી થાય છે. અહીં બીજું ઉદાહરણ આપતાં જણાવે છે કે સઘળાં પ્રકારના વનમાં ઉત્તમ એવું આંબાનું વન શું તેના વાવનાર માળીને જ ફક્ત ફલની રિદ્ધિ (કેરી) આપે છે અને તેની સેવા કરનાર અથવા પાણી વગેરે પીવરાવનારને શું ફલ આપતું નથી? અથોત્ આપે જ છે. એટલે આંબાનું વન જેમ વાવનારને તથા તેની સેવા કરનાર બંનેને ફલ. આપે છે તેવી રીતે તીર્થ (ચત્ય) પણ તેના બનાવનારને તથા તેની ઉપાસના કરનાર એ બંનેને હર્ષ આપનારું થાય છે. ૬૦
: અઠ્ઠાવધ ચિત્યની કથા ટૂંકામાં આ પ્રમાણે જાણવી—
• પ્રતિષ્ઠાન નામના નગરમાં સુમિત્ર નામે ઉત્તમ શેઠ હને. તે શેઠને જિનેશ્વરને ભક્ત જિનદાસ નામને મિત્ર હતો. સુમિત્ર શેઠ પ્રસિદ્ધિની ઈચ્છાથી પાત્રાપાત્ર વિચાર કર્યા સિવાય કુપાત્રને દાન આપતું હતું. તેથી જિનદાસે તેને કહ્યું કે હે મિત્ર! તું તારી લકમીને કુપાત્રને આપ નહિ. સારા ક્ષેત્રમાં બી વાવવાની જેમ પાત્રને વિષે વાપરેલી લક્ષમી ઉત્તમ ફલ આપે છે, પરંતુ કુપાત્રમાં વાપરવાથી ખરાબ ફલ આપે છે. જેવી રીતે ભેંસને ઘાસ આપીએ તે તેના દૂધની વૃદ્ધિ માટે થાય છે, તેમ સુપાત્રને આપેલું થિોડું દાન પણ ઘણું ફલવાળું થાય છે. પરંતુ સપને જે