________________
૨૭૯
શ્રીપૂરપ્રકરસ્પષ્ટાથદિ: જિનબિંબ મેક્ષ પમાડનારૂં જાણતાધાર્મિક જના, હર્ષે ભરાવી વંદના સ્તુતિને કરીને પૂજના સ્વરને નિર્મલ બનાવે જેમ આદ્ર કુમારને, અભયમંત્રી દીપ કોને આપો નહિ હર્ષને, ૧
કલેકાર્થ –ધાર્મિક પુરૂષ મેક્ષ માર્ગના મુખ્ય કારણ રૂપ અરિહંતની પ્રતિમાને ભરાવીને સ્તુતિ પૂજા અને વંદન કરવા વડે જેમ શ્રેણિક રાજાના પુત્ર અભયકુમાર મંત્રીએ પિતાને તથા મેહ (અજ્ઞાન) રૂપી અંધકારમાં રહેલા આદ્રક કુમારને નિર્મલ કર્યો, તેમ પિતાને અને પરને નિર્મલ કરે છે. કલ્યાણ રૂપી લક્ષમીના સ્થાનક રૂપ દીપક કોના કોના:હર્ષને પુષ્ટ કરતો નથી? અર્થાત્ મંગલ દીવો સર્વને હષ પમાડે છે. ૫૯ - સ્પષ્ટાર્થ:–આ શ્લોકમાં જિનબિંબની સ્તુતિ પૂજા વગેરેથી અજ્ઞાન રૂપી અંધકારને નાશ થાય છે વગેરે બીના જણાવતા કવિરાજ કહે છે કે–ભવ્ય જીવ મેક્ષ માર્ગને અથવા તીર્થંકર પદને મેળવવામાં મુખ્ય કારણ એવા અરિહંતની પ્રતિમા ભરાવે છે. અહીં નમસ્કાર કરવા યોગ્ય પાંચ પદોમાં અરિહંત મુખ્ય છે. કારણ કે તેઓ જ પ્રથમ મેક્ષ માર્ગને જણાવનારા છે. માટે અરિહંતની પ્રતિમા બનાવાય છે. આવી અરિહંતની પ્રતિમા ભરાવીને શ્રેણિક રાજાના પુત્ર પાંચસે મન્ત્રીઓમાં અગ્રેસર અભયકુમાર હતા તેમણે આર્ક દેશને આદ્રક રાજાના પુત્ર આદ્રકુમારને મોકલાવી. તેના દર્શન કરતાં આદ્રકુમારને જાતિ સ્મરણ જ્ઞાન થયું, તેથી પિતાને પાછલો ભવ વગેરે જેવાથી પિતે પાછલા