________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાર્થીદિ: જિન બિંબ મેટું કે લઘુ ભાવે ભરાવે જે નરા,
આ ભવે ને પરભવ કલ્યાણ સાધક તે ખરા? દૃષ્ટાંત વિદ્યુમ્ભાલી આદિક મંત્રનું અવધારીએ, મંત્ર મેટો હાય નાનો વિઘ તેથી ટાલીએ. ૧ દારિદ્રય પહેલાનું ટાળે જિમ તેમ અહિયા જાણીએ, જિનબિંબ માટે કે લઘુ કલ્યાણકારી માનીએ; જિન બિંબકારક દશકના પૂજકેના લાભમાં, કારણ અને જલદી વસે કર્મો હણને મોક્ષમાં. ૨
કલેકાર્થ –આ લોકમાં કરાવેલું નાનું અને મોટું જિનનું બિંબ વિન્માલી વગેરેની જેમ પરભવમાં પણ શુભ માટે થાય છે. માટે અથવા નાને પણ ઈચ્છિત આપનાર મંત્ર ધ્યાન કરનારને પહેલાની દરિદ્રતા અને ભવિષ્યના વિદનેને નાશ કરવા માટે (સમર્થ) શું ન થાય? અથવા થાય જ. ૫૮
સ્પષ્ટાર્થ– હવે જિનબિંબને મહિમા જણાવતાં કવિરાજ જણાવે છે કે અહીં કરાવેલું નાનું અથવા મોટું અરિહંતનું બિંબ અથવા અરિહંતની પ્રતિમા પરભવમાં પણ કલ્યાણને માટે થાય છે. એટલે કે આ લોકમાં જ (ભવમાંજ) કલ્યાણ કરનાર થાય છે એટલું જ નહિ પરંતુ પરભવમાં પણ કલ્યાણ કરનારી થાય છે. જેમ વિદ્યુમ્ભાલીએ કરાવેલો પ્રતિમા પરલોકમાં પણ હિત કરનારી થઈ હતી. અહીં કોઈને શંકા થાય કે મેટું બિંબ જેટલા કલ્યાણ માટે થાય તેટલા કલ્યાણ