________________
૨૭૯
શ્રીવિજયસૂરિકૃત– પણ સજા કરીશ તારા પિતાને પાપનું જેવું ફળ મળ્યું તેવું તને પણું મળશે. ઈન્દ્રના વચનથી અને પિતાને પાપ કુળને જેવાથી તે જૈન ધર્મ અંગીકાર કરશે. એ પ્રમાણે કલ્કિને પુત્ર દત્તને જેન બનાવી તેને ગાદીએ બેસાડીને ઈન્દ્ર મહારાજ સ્વર્ગમાં જશે.
પિતાના પાપના ફળને અને ઈન્દ્રની આજ્ઞાને વિચારતે દર રાજા ત્યાર પછી પૃથ્વીને વિષે ઘણું દેરાસર બંધાવશે. અને છેવટે સમાધિ મરણથી કાળ કરીને સારી ગતિમાં જશે. કહેવાને સાર એ છે કે દત્તરાજાની માફક સમજુ પુરૂષો ધનને સાતે ક્ષેત્રમાં વાપરે છે. અને જે તેવી શક્તિ ન હોય, તો શક્તિ અને ભાવ પ્રમાણે કઈ પણ ક્ષેત્રમાં ધન વાપરે જેથી તેઓ સ્વર્ગના અને મોક્ષના સુખ જરૂર મેળવે છે.
આ છે ઈતિ દત્તરાજાની કથા છે ' અવતરણુ–સત્તાવીસમું સાધારણ સાત ક્ષેત્રનું દ્વાર કહ્યું. હવે તેમાંથી એક એક ક્ષેત્રનું જુદું જુદું વિવરણ કરતાં તેમાંના પ્રથમ જિનબિંબના સ્વરૂપનું દ્વાર કહે છે –
(વસંતતિવૃત્ત) ૭ ૩ ૫ ૪ ૨ ૧ विम्बं महल्लघु च कारितमत्र विद्युन्
माल्यादिवत् परभवेऽपि शुभाय जैनम् । ध्यातुर्गुरुर्लपुरपीप्सितदायिमन्त्रः
૧૬ ૧૬ ૧૭ ૧૯ · · माग्दौस्थ्यभाविधनविघ्नभिदे न किं स्यात् ॥५८||