________________
ર૭૪
શ્રીવિજયપદ્યસૂરિકૃતમનુષ્યોને પૂછશે કે આ સ્તૂપો કેસે બનાવ્યા છે. ત્યારે તેઓ જણાવશે, કે પૂર્વે નંદનામને અપારદ્રવ્ય દ્વિવાળે રાજા થયો છે તે રાજાએ કંજૂસાઈથી ભેગું કરેલું ઘણું ધન અહીં દાઢ્યું છે એવું સાંભળીને તે રાજા તે સ્તૂપને ખેદી નાખીને તેમાં રહેલું દ્રવ્ય લેશે. બીજા પણ સ્તૂપને તે રાજા ધનના લેભથી ખદાવી કાઢશે. તે વખતે તે કકી પિતાના નગરની પૃથ્વી પણ ખોદાવી કાઢશે. ત્યારે એક શિલામયી ગાય તેમાંથી નીકળશે. ત્યાં ભિક્ષા માટે આવેલા ભિક્ષુઓને જોઈને તે શિલાની ગાય પિતાના શીંગડા તેમને ઘસશે. તે વખતે સ્થવિરે કહેશે કે ભાવી ઘણું અંધકારમય જણાય છે. તે સાંભળીને કેટલાક સાધુઓ અન્યત્ર વિહાર કરશે. પરંતુ દુબુદ્ધિવાળા કેટલાક કહેશે કે જે કર્મને લીધે શુભ અશુભ થવાનું છે તે તેને જગતમાં કેણ રેકી શકવાનું છે. તે વખતે કલ્કી રાજા સર્વ પાખંડીઓ પાસેથી કર ઉઘરાવશે. પાખંડીઓએ કર આપે તે તમે મહર્ષિઓ કેમ ન આપો એમ કહી તે જૈન સાધુઓને પણ કનડશે. સાધુઓ રાજાને કહેશે કે અમે અકિંચન છીએ તેથી ધર્મલાભ સિવાય બીજું શું અમે આપીએ. અમારું રક્ષણ કરવાથી તેને પુણ્યને છઠ્ઠો ભાગ મળે છે. આ સાંભળીને કલિકરાજ મુનિઓ ઉપર કપા- યમાન થશે.
તે વખતે કેપેલી દેવી કલિક રાજાને કહેશે કે અરે અધમ રાજા ! તું મુનિઓ પાસે પણ દ્રવ્ય માગે છે માટે તારી મરવાની ઈચ્છા જણાય છે. તેથી ભય પામેલે કલિક મુનિઓને ખમાવશે. ત્યાર પછી જ ભયંકર