________________
શ્રીકરપ્રકરWછાર્યાદિ:
ર૭૩ ૫ણાર્થ–-કવિરાજ જણાવે છે કે સાત ક્ષેત્રોમાં ધન વાપરવાથી સર્વ પ્રકારનાં ફલ મળે છે તેમાં આશ્ચર્ય નથી કારણ કે સાતે ક્ષેત્રમાં ધનને ઉપયોગ કરનારને સર્વ પ્રકારનું ફળ મળે જ છે. પરંતુ ઓછી અનુકૂળતાવાળા જી આ ક્ષેત્રોમાંથી એક પણ ક્ષેત્રનું સારી રીતે સેવન કરે એટલે કે સાતે ક્ષેત્રમાંથી કઈ પણ ક્ષેત્રમાં ધન વાપરે, તો પણ તેને સર્વ પ્રકારનું ફળ મળે છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે જેમ કલિક નામના પાપી રાજાને પુત્ર દત્તરાજ અરિહંતના ચામાં દ્રવ્ય વાપરીને સ્વર્ગના સુખને ભગવનારે થશે. આ બાબતમાં બીજું ઉદાહરણ આપતાં કવિરાજ કહે છે કે આરતીના સાત દીવાઓથી જે પુણ્ય મળે છે તે પુણ્ય એક મંગલ દીવાથી નથી મળતું ? અથવા એક મંગળ દીવાથી પણ તેટલું પુણ્ય મળે છે. તેવી રીતે એક ક્ષેત્રમાં પણ પૂર્ણ ઉલ્લાસથી સારી રીતે ધન વાપરનારને સર્વ પ્રકારનું ફળ મળે છે. પ૭
કલિકપુત્ર અથવા દત્તરાજની કથા–
શ્રીવીર પ્રભુના નિર્વાણ કાળથી ઘણો કાલ વીત્યા બાદ પાટલીપુત્ર નગરમાં દુષ્ટ આશયવાળો કલ્કા અથવા રૂદ્ર અથવા ચતુર્વકત્ર એ ત્રણ નામથી પ્રસિદ્ધ મ્લેચ્છ કુલને રાજા થશે. તે વખતે મથુબ નગરીમાં કૃષ્ણ બળદેવનું મંદીર પડી જેશે. કર આશયવાળા અને અત્યંત નિર્દય એવા આકલ્કિ રાજામાં, બધા પ્રકારના કષાયે ભેગા થશે. તે વખતે વરસાદ નહિ થવાથી મટે દુકાળ પડશે. તે નગરમાં ફરવા નીકળે કલ્કી રાજા તે નગરીમાં પાંચ સ્તૂપને જોઈને પાસે રહેલા ૧૮