________________
શ્રીકર્ષરપ્રકરસ્પષ્ટાદિ:
૨૭૧ રાજા નીચે ઉતર્યો. ગુરૂને પગે પડીને કહ્યું કે હે ગુરૂ મહારાજ! તમે મને ઓળખે છે? ત્યારે સૂરિએ કહ્યું કે રાજાને કેણુ ન ઓળખે. રાજાએ ફરીથી કહ્યું કે તમે તમારા શિષ્યને ઓળખે છે કે નહિ? ત્યારે ગુરૂએ પણ શ્રુતના ઉપયોગથી રાજાને સઘળે વૃત્તાન્ત જા.
ત્યાર પછી રાજાએ કહ્યું કે પહેલાં દીક્ષાના દાનથી મારે ઉદ્ધાર કર્યો તેમ હવે પણ ધર્મ પમાડીને ઉદ્ધાર કરે. ત્યારે સૂરીશ્વરે કહ્યું કે હે રાજન! આ સમ્પત્તિઓ જે સારા ક્ષેત્રમાં વાપરવામાં આવે તો સુક્ષેત્રમાં વાવેલા બીજની જેમ મેક્ષ પદને પ્રાપ્ત કરાવનારી થાય અને ખરાબ ક્ષેત્રમાં - વાવવાથી (વાપરવાથી) દુર્ગતિને આપે છે. અરિહંતનું ચૈત્ય તથા પ્રતિમા, સિદ્ધાન્ત તથા ચાર પ્રકારને સંઘ એમ સાત પ્રકારનાં ક્ષેત્રે જિનેશ્વરએ કહેલા છે. જે ધનવાન પુરૂષ આ સાત ક્ષેત્રોમાં ધન વાપરે છે તે ભવે ભવે સમ્પત્તિને મેળવે છે અને અક્ષય સમ્પત્તિ એટલે મોક્ષ પણ મેળવે છે. પરંતુ જે લક્ષમીનો વ્યય કરતો નથી તે તેના ભારથી નીચે જાય છે.
આ પ્રમાણે દેશના સાંભળી સસ્મૃતિ મહારાજા દાન વગેરે ધર્મ કૃત્ય કરવા લાગ્યા. તેમણે ઠેકાણે ઠેકાણે દેરાસરે કરાવ્યાં. રત્નમય અને સુવર્ણમય અનેક પ્રતિમાઓ બનાવરાવી. જૈનેન્દ્ર આગમનાં પુસ્તક લખાવ્યાં. તથા સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘની ભક્તિ કરી. અનેક જીર્ણોદ્ધાર કરાવ્યા એમ અનેક ધર્મ કાર્યોમાં