________________
શ્રીવિજયપક્વસૂરિકૃતકર. કારણ કે અમારાથો સાધુ સિવાય બીજાને માદક અપાય નહિ. ત્યારે તે રેકે કહ્યું કે જેમ તમને લાગે તેમ કરે. - પછી ગુરૂએ તેને દીક્ષા આપી. ત્યાર પછી ઘણા ભૂખ્યા એવા તેણે કંઠ સુધી ધરાઈને મોદક ખાધા. મેદિક ખાઈને પ્રસન્ન થએલા મનવાળે તે વિચાર કરે છે કે અહો ગુરૂએ મને ભૂખ અને સંસાર સમુદ્રથી તાર્યો છે. અહીં આ કૃપાલુ આચાર્યની મારા ઉપર કેવી પ્રીતિ કે જેથી એક વખત માગ્યાથી મને મોદક મળ્યા. વગેરે શુભ ભાવના ભાવતાં અને સિદ્ધાન્તના અર્થ સાંભળતાં તેને દિવસ સુખમાં પસાર થઈ ગયે. ઘણો સ્નિગ્ધ આહાર ધરાઈને ખાધે રહેવાથી રાત્રીમાં તેને વિસૂચિકા (અઝરણુ-મરડો) થઈ તેથી શુભ ધ્યાનમાં મરણ પામીને પાટલીપુત્રમાં ચન્દ્રગુપ્ત “રાજાના વંશમાં કુણાલ રાજાની પટરાણુની કૂખમાં પુત્ર રૂપે ઉત્પન્ન થયે. આ પ્રમાણે એક દિવસ ચારિત્ર પાળવાથી તેને રાજ્યની પ્રાપ્તિ થઈ. પિતાએ સમ્પતિ નામ પાડયું. તે સમ્મતિ રાજા થયા અને મહાપરાક્રમી તે સમ્મતિ રાજા ત્રણ ખંડ પૃથ્વી જીતીને તેના અધિપતિ થયા. . હવે એક વખત સમ્મતિ રાજા ઉજયિની નગરીમાં આવ્યા છે અને પિતાના મહેલની બારીએ બેઠા છે. તે વખતે તેમણે આર્ય સુહસ્તિસૂરિને જોયા. તેમને જોઈને પૂર્વના સંસ્કારને લીધે એવા વિચાર આવ્યા કે મેં આ ગુરૂને કોઈક ઠેકાણે જોયા છે. વિચારમાં એકાગ્ર થએલા સમ્મતિ રાજાને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને તેથી રાજાએ પિતાને સર્વ પૂર્વ ભવ જે. ગુરૂ ઉપરની ભક્તિથી તે