________________
શ્રીક૨ાકરસ્પષ્ટાથદિર વાવે, તે જ તેને ધાન્ય પણ અનેક પ્રકારનું મળે છે. એક ધાન્ય વાવનારને તે એક જ ધાન્યનું ફળ મળે છે. માટે જેને અનેક પ્રકારે પુણ્યની પુષ્ટિ કરવી હોય તે ભવ્ય જીવ પિતાના દ્રવ્યને સાતે ક્ષેત્રમાં વાવે છે-વાપરે છે અને તેથી ફલ પણ અનેક પ્રકારનું મેળવે છે. ૫૫
સમ્મતિ રાજાની કથા
અવન્તી નામની મેટી નગરી હતી. તે નગરીમાં વિહાર કરતા આર્ય સુહસ્તિસૂરિ વગેરે મુનિવરે પધાર્યા. તે આચાર્યના અનેક સાધુઓ નગરીમાં ગેચરી માટે નીકળ્યા તે વખતે એક રંક પુરૂષ કેઈક શ્રાવકના દ્વાર આગળ ઉભે ઉભો ભિક્ષા માગી રહ્યો છે. તેને કેઈ કાંઈ ખાવાનું આપતું નથી. પરંતુ આ મુનિઓને તે બેલાવીને તેમની ઈચ્છા ન હોય તે છતાં મોદક વગેરે આપે છે. તે જોઈને તે રંક પુરૂષ વિચારે છે કે મને માગવા છતાં કોઈ આપતું નથી અને આ મુનિઓને આગ્રહથી આપે છે તેનું કારણ તેમને ધર્મ છે. અને હું પાપી હોવાથી મને કોઈ આપતું નથી. આ સાધુઓ દયાલુ છે માટે હું તેમની પાછળ જાઉં તે મને તેઓ મેદક આપશે. આવા વિચારથી તે રંક પુરૂષ સાધુઓની પાછળ પાછળ તેમના ઉપાશ્રયે ગયે. ગુરૂને નમીને તે રેકે કહ્યું કે મને ઘણું ભૂખ લાગી છે. શ્રાવકે તમને ઘણા મોદક આખ્યા છે માટે મને એક માદક આપે. ત્યારે ગુરૂએ હસીને કહ્યું કે જે તારે લાડુ ખાવા હોય તે આ લોક અને પરલોકમાં સુખ આપનાર ચારિત્ર અંગીકાર