________________
૨૭૫
ગ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિક ઉત્પાત થશે. સત્તર રાત દિવસ વરસાદ વર્ષશે. અને તેથી તે નગરીને નાશ થશે. ત્યાર પછી કલિક રાજા ફરીથી નગરી વસાવશે. અને સારા વર્ષાદથી સુકાળ થશે. મુનિએ વિહાર કરશે. જિનાલય તથા શ્રાવકે થશે. ત્યાર પછી પચાસ વર્ષો સુધી સુકાળ રહેશે . ત્યાર પછી નજીક ચેડા કાલમાં મરણ પામનાર કલ્કી રાજા ફરીથી સાધુઓ પાસે ભિક્ષાને છઠ્ઠો ભાગ માગશે. અને મુનિઓને કનડશે. તે વખતે સંઘ કાઉસગ્ગ કરશે. શાસનદેવી પણ કહેશે કે હે રાજન ! આ બધું અકલ્યાણકારી છે. ઈન્દ્ર વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ કરીને કલ્કીની સભામાં આવશે અને તેને કહેશે કે આ મહર્ષિઓને તે કેમ ક્યા છે? કકી કહેશે કે તેઓ મારા નગરમાં રહે છે અને મને કર રૂપે ભિક્ષાને છઠ્ઠો ભાગ પણ આપતા નથી. બીજા પાખંડીઓ કર આપે છે અને એ કેમ ન આપે? ત્યારે ઈન્દ્ર કહે છે કે આ સાધુઓ ધન રાખતા નથી તેમજ ભિક્ષા બીજાને આપતા નથી, ભિક્ષુ પાસેથી ભિક્ષામાંથી કર માગતાં તને લાજ આવતી નથી? માટે તું મુનિઓને છોડી દે. નહિ તે માટે અનર્થ થશે. વિપ્રના આ વચનથી કાપેલે કલ્કી તેના સુભટને કહેશે કે આ બ્રાહ્મણને ગળું પકડીને સભામાંથી કાઢી મૂકે. આ પ્રમાણે બોલતા કલ્કીને ઈન્દ્ર લપડાક મારીને બાળી નાખશે. અને પિતાનું ૮૬ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મરીને ઘર નરકમાં જશે.
ત્યાર પછી કલિકના પુત્ર દત્તને ઈન્દ્ર મહારાજ કહેશે કે જે તું સંઘનું રક્ષણ કરીશ તે તને જીવતો રાખીશ. નહિ તો તને