________________
શ્રીવિજયપદ્રસૂરિકૃતમારે ઘેર સાક્ષાત્ સચેતન ચિંતામણિ રત્ન આવે છે, કારણ કે મારા ભાગ્યના ઉદયથી ખેંચાએલા આ મુનિરાજ મારી પાસે આવ્યા છે. તેથી તે નિર્ધન છતાં પણ પોતાને ધન્ય માનવા લાગ્યો. પછી તે બાળકે રોમાંચિત થઈને તે સાધુ મુનિરાજને તે બધી ખીર વહેરાવી દીધી. મુનિ ત્યાંથી વિહાર કરીને ચાલ્યા ગયા. ત્યાર પછી ધન્યા આવી. તેણે થાળી ખાલી જોઈને બધી ખીર તેને પીરસી બાળકે પણ તે ખૂબ ધરાઈને ખાધી. તેથી અજીર્ણ થવાથી તેજ રાતમાં તે બાળક સાધુનું સ્મરણ કરતો મરણ પામ્યા. - ત્યાર પછી તે સંગમને જીવ રાજગૃહ નગરમાં ગેભદ્ર નામના શ્રેષ્ઠિની ભાર્યા ભદ્રાની કુક્ષિમાં ઉત્પન થયે. સ્વપ્નમાં શાલિનું ક્ષેત્ર જેવાથી ગ્ય સમયે તેણુએ પુત્રને જન્મ આવે ત્યારે તેનું શાલિભદ્ર નામ પાડ્યું. અનુક્રમે સઘળી કલાઓ શીખીને યુવાવસ્થા પામ્યો ત્યારે મા બાપે તેને મિટા શેઠીઆઓની બત્રીસ કન્યાઓ પરણાવી. તેઓની સાથે વિલાસ કરતે તે રાત દીવસને પણ જાણ નથી.
ભદ્ર શેઠે શ્રીવીર પ્રભુની પાસે દીક્ષા લીધી અને મરણ પામીને દેવ પણે ઉત્પન્ન થયા. તેમણે અવધિજ્ઞાનથી પોતાના પુત્ર શાલિભદ્રને જાણું તેના નેહથી તે દેવ હંમેશાં દિવ્ય વસ્ત્ર વગેરે મોકલે છે અને મનુષ્ય છતાં શાલિભદ્ર પ્રિયા સાથે દેવતાની અદ્ધિને ભગવે છે.
હવે એક વાર પરદેશી વેપારીઓ રત્નકંબલ લઈને વેચવાને માટે શ્રેણિક રાજા પાસે ગયા. શ્રેણિક રાજાએ ઘણી માંડી છે એમ કહીને તે લીધી નહિ. તેથી નિરાશ થએલા