________________
શ્રીવિજ્યપદ્યસૂરિકૃતસ્વામી રહે નહિ. આ પ્રમાણે વિરાગ દશાવાળે છતાં પણ માતાના આગ્રહથી નીચે ઉતરી રાજાને નમ્યું. રાજાએ પણ તેને આલિંગન કરી પોતાના ખોળામાં બેસાડ. ત્યાં શાલિભદ્રની આંખમાંથી અશ્વ નીકળતાં જઈને ભદ્રાએ રાજાને કહ્યું કે તમે એને મૂકી દે, કારણ કે દીવ્ય ભેગોથી લાલન કરાએલા તેને મનુષ્યની માલાની ગન્ધ પીડા કરે છે. ત્યાર પછી રાજાએ તેને રજા આપવાથી તે સાતમે માળે ગયે.
- ત્યાર પછી ભદ્રાએ શ્રેણિક રાજાને આગ્રહ કરીને પોતાને ત્યાં ભોજન કરાવ્યું. ત્યાં પ્રથમ સ્નાન કરતાં રાજાની વિટી આંગળીએથી શાલિભદ્રનાં નિર્માલ્ય પદાર્થો નાખવાનો વાવમાં પડી ગઈ. રાજાને આ વાતની ખબર પડી ત્યારે ભદ્રાએ દાસીને વાવમાંથી લઈ આવવાને કહ્યું. દાસી શાલિભદ્રનાં ઉતરેલાં બધાં અલંકારે લઈ આવી. તેમાં અંગારા સરખી પોતાની વીંટી જોઈને રાજા વિસ્મય પામ્યો. અને આ ઘરેણું કોનાં છે? એમ દાસીને પૂછયું ત્યારે દાસીએ કહ્યું કે આ તે શાલિભદ્રે સ્નાન કરીને ઉતારી નાખેલા અલંકારે છે. આ સાંભળી રાજા બે કે આ બધાને ધન્ય છે અને હું પણ ધન્ય છું કે જ્યાં આવા વણિક વસે છે. અવસરે ભદ્રાએ રાજાને ઉત્તમ રસોઈ જમાડી. ભદ્રાએ રાજાને અલંકારાદિ આ પીને આદર સત્કાર કર્યો. ત્યાર પછી શ્રેણિક રાજા પિતાના ઘેર ગયા.
અહીં કહેવા સાર એ છે કે શાલિભદ્રની એટલી બધી ત્રદ્ધિ હતી કે એનું વર્ણન કરવું અશક્ય છે.