________________
२६६
શ્રીવિજયસૂરિકૃતબને શાળા બનેવી અભ્યાસ કરીને બહુ શ્રત થયા. અને તપ વડે કાયાને પણ ઘણી કૃશ બનાવી દીધી. ત્યાર પછી વિહાર કરતા કરતા પ્રભુ ફરીથી રાજગૃહે આવ્યા. તે વખતે માસખમણના પારણા માટે ગોચરી જવા માટે તે બંનેએ પ્રભુની રજા માગી. તે વખતે પ્રભુએ શાલિભદ્રને કહ્યું કે આજે ધન્ય સાથે તમારું પારણું માતાના હાથે થશે. ત્યાર પછી અતિ કૃશ શરીરવાળા તે બને તપસ્વીઓ ભદ્રાના ઘરે આવ્યા. તે વખતે ભદ્રાના માણસો શ્રીશાલિભદ્ર ધન્ય અને જિનેરને વાંદવા જવાને ઉત્સુક હોવાથી અને બંને સુનિનાં શરીર તપથી કૃશ થએલા હોવાથી તેમને ઓળખી શક્યા નહિ. તેથી તે બંને ત્યાંથી પાછા ફર્યા. રસ્તામાં દહીં વેચવા માટે આવેલી શાલિભદ્રનો પૂર્વ ભવની માતા બન્યા મળી. શાલિભદ્રને જોઈને ધન્યાના સ્તનમાંથી દૂધની ધાર છૂટી. તેણીએ બંનેને નમીને દહીં વહેરાવ્યું. ત્યાંથી બને પ્રભુ પાસે આવ્યા. ગોચરી આલોચીને પ્રભુને પૂછયું કે મારું પારણું મારી માતાના હાથે કેવી રીતે થયું ત્યારે પ્રભુએ દહીં આપનારી શાલિભદ્રની પૂર્વ ભવની માતા હતી એ હકીક્ત કહી. ત્યાર પછી પારણું કરી તે બને પ્રભુની રજા લઈ વૈભારગિરિ ઉપર જઈને અનશન કરીને રહ્યા.
ત્યાર પછી ભદ્રા ત્યાં આવીને પ્રભુને નમીને પુત્રને વંદન કરવા ગઈ. બંનેને તપ કરતા જોઈને રૂદન કરવા. લાગી. તે વખતે ત્યાં આવેલા શ્રેણિક રાજાએ ભદ્રાને કહ્યું કે હર્ષને સ્થાને શોક કરે એગ્ય નથી. કારણકે તપ વડે. કરીને તેઓ ત્રણ લેકના મસ્તકે જનારા છે. આ પ્રમાણે