________________
શ્રીપૂરપ્રકરસ્પષ્ટથદિ:
૬૫ આ બધી ઋદ્ધિ એ શાલિભદ્ર પૂર્વ ભવમાં સાધુને ખીરનું ભોજન ભાવ પૂર્વક આપ્યું હતું તેનું ફલ હતું.
ત્યાર પછી શાલિભદ્રે માતા પાસે દીક્ષા લેવાની રજા માગી. ત્યારે માતાએ કહ્યું કે તારું શરીર ઘણુંજ કેમળ છે અને ચારિત્રનું પાલન કરવું ઘણું દુષ્કર છે. પરંતુ શાલિભદ્દે . માતાને સમજાવીને છેવટે દીક્ષા લેવાની રજા મેળવી અને પોતાની બત્રીસ સ્ત્રીઓમાંથી રોજ એક એક સ્ત્રીને ત્યાગ કરવા માંડે.
- શાલિભદ્રની બેન ધન્યકુમારને પરણાવી હતી. પતિને - સ્નાન કરાવતાં રૂદન કરતી તેને જોઈને ધન્ય રૂદન કરવાનું કારણે પૂછ્યું, ત્યારે તેણીએ પિતાને ભાઈ દીક્ષા લેવાને છે અને તેથી રેજ એકેક સ્ત્રીને ત્યાગ કરે છે વગેરે જણાવ્યું. તે સાંભળી ધન્ય કુમારે કહ્યું કે તારે ભાઈ બીકણુ છે, કારણકે તે રેજ એક એક સ્ત્રીને ત્યાગ કરે છે. ત્યારે તેણીએ કહ્યું કે કહેવું સહેલું છે પરંતુ કરવું ઘણું દેહિલું છે. આ મેણું સાંભળીને ધન્યકુમારે કહ્યું કે હું મારી આઠે સ્ત્રીઓને સાથે જ ત્યાગ કરીને દીક્ષા લઉં છું. તેણીએ કહ્યું કે તો મશ્કરીમાં કહ્યું છે, માટે તમે મારે ત્યાગ કરે નહિ. ત્યારે ધન્યકુમારે કહ્યું કે આ જગતમાં સ્ત્રી વગેરે નાશવંત છે માટે પરમ પદની ઈચ્છાવાળાએ તેમને ત્યાગ કરવો જોઈએ. ત્યાર પછી ધન્યકુમારે પોતાની સ્ત્રીઓ સાથે શ્રીવીર પ્રભુની પાસે દીક્ષા લીધી. આ વાત જાણીને શાલિભદ્ર પણ ઉતાવળ કરીને શ્રીવીર પ્રભુની પાસે દીક્ષા લીધી. ત્યાર પછી શ્રી વીર પ્રભુએ તેમને સાથે લઈ અન્ય સ્થળે વિહાર કર્યો.