________________
શ્રીવિજયપદ્ધસૂરિકૃતભાવ ચોખા રાખતા પામ્યા અમર સમ ગાદ્ધિને; દેવદ્ધિ કયાં મનુજ કયાં યાદ કર શશિ જલધિને, ચંદ્ર આકાશે રહ્યો ને ભૂતલે સાગર રહ્યો, અમૃત સમ જલથી ભરેલા મેઘ પોષક જે કહ્યો; વડવાગ્નિથી શોષાયલા સાગર તણું પિષણ કરે, તે ચંદ્રમાં તિમ પાત્રદાને સ્વર્ગને સ્વાધીને કરે.
કાર્ય–શ્રીશાલિભદ્રે પૂર્વ ભવમાં મુનિરાજને પિતાની નહિ તેવી જે વસ્તુ (ખીર) આપી તેનાથી તેણે પણ મનુષ્ય લેકમાં અવિદ્યમાન (ન મેળવાય તેવું) સુખ મેળવ્યું. દેવતાની ઋદ્ધિ ક્યાં અને મનુષ્ય કયાં? દષ્ટાન્ત કહે છે કે પૃથ્વી ઉપર રહેલ સમુદ્ર કયાં અને આકાશમાં રહેલે ચંદ્ર કયાં? વડવાનલથી શેષણ થયા છતાં પણ અમૃતરૂપી જલ વડે મેઘની પુષ્ટિ કરનાર સમુદ્રનું ચંદ્રમા પિષણ કરે છે. ૫૫
પબ્દાર્થ –અતિથિ સંવિભાગથી શાલિભદ્રને અપૂર્વ અદ્ધિની પ્રાપ્તિ થઈ તે જણાવે છે. પૂર્વભવમાં ગરીબ માતાને બાળક છતાં, માતાએ માગી લાવીને બનાવેલી ખીર તે ખાવા માંડે છે, તેવામાં આવેલા મુનિરાજને ભાવ પૂર્વક આપી. તેથી શાલિભદ્રના ભવમાં તેણે પણ મનુષ્ય લેકમાં કોઈ પણ ઠેકાણે ન મેળવાય તેવી દેવ ઋદ્ધિ જેવી અદ્ધિ મેળવી. માટેજ કવિરાજ કહે છે કે દેવતાની અદ્ધિ કયાં અને મનુષ્ય કયાં ? અથવા દેવતાની સાદ્ધિ દેવલોકમાં જ હોય તે.