________________
૨૫૮
શ્રીવિજયપધસૂરિકૃત૧૨ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ कुशमपि हि सुपात्रे न्यस्तम
૧૭ ૧૮ ૧
ननु तृणमपि धेनौ दुग्धपीयूषवृष्टय I ૧૪. સાધુને હરાવવામાં ફલ અપૂરવ કંઈ મળે, મુનિને અડદ વહેરાવતા મૂલદેવના વાંછિત ફળે, તુચ્છ વસ્તુ સુપાત્રને શુભ ભાવથી દેતાં ફળે, ગાયને તૃણ નાખતાં જિમ દૂધ રૂપ અમૃત મળે. ૧
કાર્થ–સાધુ મુનિરાજને દાન આપવાનું કઈ અપૂર્વ ફલ છે. કારણ કે અડદના બાકલા પણ મૂલદેવને ઈષ્ટ સિદ્ધિને માટે થયા. સુપાત્રને વિષે શુભ ભાવથી આપેલું થોડું અથવા તુચ્છ પણ દાન ઉત્કૃષ્ટ ફળની પ્રાપ્તિ માટે થાય છે. દષ્ટાન્ત કહે છે કે ગાયને આપેલું ઘાસ પણ દૂધ રૂપી અમૃતની વૃષ્ટિ માટે થાય છે. ૫૪.
૫ષ્ટાર્થ-કવિરાજ આ કમાં અતિથિ સંવિભાગ નામના બારમા વ્રતનું સ્વરૂપ જણાવે છે –મુનિરાજને વહેરાવ્યા પછી પોતે જમવું તે અતિથિ સંવિભાગ કહેવાય છે. સાધુ મુનિરાજને દાન આપ્યાનું કાંઈક અપૂર્વ ફલ છે. એટલે સાધુ મુનિરાજને અન્ન પાનાદિકનું અથવા વસ્ત્રાદિકનું દાન કરવાથી તેનું અપૂર્વ ફલ મળે છે. આ બાબતમાં ઉદાહરણ આપતાં જણાવે છે કે મૂલદેવે સાધુ મહારાજને અડદના બાકુલાનું દાન આપ્યું તે પણ તે મૂલદેવને મનવાંછિત એટલે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે થયું છે. (આમૂલદેવની કથા આગળ મંડિક ચારની કથા