________________
શ્રીરપ્રકરસ્પષ્ટાદિક
છતાં અતિથિ દાનના પ્રભાવથી શાલિભદ્દે મનુષ્યપણામાં પણ તે દેવલોકની વદ્ધિ મેળવી છે. દેવેલેકમાં રહેલી અદ્ધિ અતિ દૂર હોવાથી અહીં રહેલે મનુષ્ય તે કેવી રીતે મેળવે એવી શંકાના સમાધાનમાં કવિરાજ દષ્ટાન્ત આપી જણાવે છે કે–જેમ સમુદ્ર પૃથ્વી ઉપર રહેલો છે અને ચંદ્ર આકાશમાં રહેલો છે એટલે કે સમુદ્ર અને ચંદ્ર એ બંને એક બીજાથી ઘણું દૂર છે તો પણ ચંદ્રમા વડવાનલથી શોષણ પામ્યા છતાં પણ અમૃત સમાન જલથી મેઘની પુષ્ટિ કરનાર સમુદ્રનું પોષણ કરે છે. ૫૫ - શાલિભદ્રની સ્થા
શાલિગ્રામમાં ધન્યા નામની એક ગરીબ સ્ત્રી હતી. તેને સંગમ નામે એક બાળક હતા. તે માણસનાં ઢોર ચારતા હતા. અને તેની માતા પડોશીઓના ઘરનાં કામકાજ કરીને આજીવિકા ચલાવતી હતી. એક વખતે તે ગામમાં કેઈક ઉત્સવ હતો, તેથી ઘેર ઘેર ખીર ખવાતી જેઈને સંગમે પણ પિતાની મા પાસે જઈને ખીર માગી. બાળકે ખીર માગવાથી ગદગદ સ્વરે રૂદન કરતાં તેણીએ કહ્યું કે હે પુત્ર! આપણા ગરીબને ઘેર ખીર ક્યાંથી ? તે વખતે નજીકના પાડોશીઓની સ્ત્રીઓએ તે વાત જાણીને તેને દૂધ વગેરે આપ્યું. એટલે ધન્યાએ તેનાથી ખીર રાંધી. ત્યાર પછી બાળકની થાળીમાં ઉની ખીર તેણે પીરસી. અને કામ પ્રસંગે કઈક પડોશીના ઘેર ગઈ.
આ દરમિઆન કોઈ માપવાસી સાધુ તે સ્થળે આવ્યા તેમને આવતા જોઈને તે બાળકે વિચાર્યું કે આજે