________________
૨૫૬
શ્રીવિજયપાસૂરિકૃત
:: સાગરચંદ્રને વિરહાગ્નિમાં પડેલો જોઈને બીજા કુમારે પણ અત્યંત ઉદાસ થયા. તે વખતે શબકુમારે શૂન્ય ચિત્ત બેઠેલા સાગરચંદ્રની પાછળ આવીને તેની આંખે પિતાના. હાથ વડે ઢાંકી. તે વખતે સાગર કહ્યું કે હે કમલામેલા! મારી આંખે મૂકી દે. ત્યારે શબે હસીને કહ્યું કે હું તે કમલામેલક (કમલામેલાને મેળાપ કરાવનાર) છું. ત્યારે કમલામેલા સાથે મેળાપ કરાવી પ્રતિજ્ઞા સાચી કરો. શાબે. વિચાર્યું કે મેં તો મશ્કરીમાં કહ્યું છે તો પણ દુષ્કર હોવા
છતાં પણ કોઈ પણ રીતે તે પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઈએ.. . . ત્યાર પછી નભસેનના લગ્ન દિવસે પ્રજ્ઞપ્તિ વિદ્યાનું
સ્મરણ કરીને શાંબ બધા કુમાર સાથે વનમાં ગયે અને કમલામેલાને તેના ઘેરથી બેલાવી મંગાવીને આનંદપૂર્વક સાગરચંદ્ર સાથે લગ્ન કર્યું. હવે કમલામેલાને ઘેર નહિ જેવાથી પિતૃપક્ષના તથા સુર પક્ષના લોક નગરમાં તેની તપાસ કરવા લાગ્યા. અને તપાસ કરતાં તે ઉદ્યાનમાં આવ્યા.
ત્યાં કુમારોની વચમાં સુંદર વિદ્યાધરના રૂપવાળી તેને જોઈને તેઓએ તે વાત કૃષ્ણને જણાવી. કોપેલા વાસુદેવે કમલામેલાનું હરણ કરનાર કુમારને બોલાવ્યા. તે વખતે શાંબ કુમાર કમલામેલા તથા સાગરચંદ્રને લઈને કૃષ્ણની પાસે આવ્યા અને તેમના ચરણમાં પડે. પિતાના જ પુત્રોને જોઈને વિલખા થએલા કૃષ્ણ કહ્યું કે અરે તમે આપણા આશ્રિત નભસેનને કેમ ઠ? એ પ્રમાણે ઠપકે આપીને કહ્યું કે હવે શું કરાય એમ નસેનને સમજાવીને કમલામેલા સાગરચંદ્રને સોંપી.