________________
-૨૫૪
શ્રીવિજયપદ્રસૂરિકૃતપર્વતની જેમ સ્વર્ગમાં પણ સુવર્ણ સમાન દેહવાળે દેવ થયો. ૫૩
પછાથ –-ઉત્તમ પૌષધવતને ઔષધની ઉપમા આપી છે. કારણ કે વિધિપૂર્વક કરેલે ઔષધિઓને ઉપચેગ અનેક પ્રકારની સિદ્ધિ આપે છે, તેમ ઉત્તમ વિધિપૂર્વક કરેલે પૌષધ પણ અનેક પ્રકારની સિદ્ધિઓને આપે છે.
આ પૌષધવ્રતની ભાવના રૂપ ઉપશમ રસથી ભીંજાએલા : હૃદયરૂપી અગ્નિથી વ્યાપ્ત એટલે જેના હૃદયમાં ઉત્તમ પૌષધવતની ભાવના રહેલી છે એ સાગરચન્દ્ર નામને રાજા સ્વર્ગને વિષે પ્રગટ સુવર્ણ સમાન કાન્તિવાળે દેવ થયો છે. કવિરાજ દષ્ટાન્ત આપતાં જણાવે છે કે “શ્વિમથક સમુદ્રના રવૈયા સમાન જે મેરૂ પર્વત પિતે સોનાનો છે તેથી ઉજવળ છે તે છતાં જેમ સૌનું અગ્નિમાં તપે તે વધારે વિમલ અથવા નિર્મલ થાય છે અથવા વધારે તેજસ્વી થાય છે તેવી રીતે આ મેરૂ પર્વત પણ સમુદ્રના વડવાનલરૂપી અગ્નિથી તપીને જેમ વધારે નિર્મળ કાન્તિવાળે થાય છે. તેમ આ પૌષધવત રૂપી અગ્નિથી તપેલા જીવ પણ વધારે નિર્મળ દશાને પામે છે. માટે ભવ્ય જીએ આ પૌષધ વ્રતની સાધના કરવી જોઈએ. પ૩
સાગરચંદ્રની કથા આ પ્રમાણે--
દ્વારિકા નામની નગરીમાં નવમા વાસુદેવ શ્રીકૃષ્ણ -નામે રાજા હતા. તે બાવીસમા તીર્થંકર શ્રોનેમીનાથના પરમ ભક્ત હતા. તે નગરીમાં ધનસેન નામે ધનવાન એક યાદવ હતા. તેને કમલામેલા નામની લાવણ્યવાળી પુત્રી