________________
:૨૫૨
શ્રીવિજયપતાસૂરિકૃતમેઘરથ રાજાની કથા આ પ્રમાણે--
શ્રાવસ્તી નામની નગરીમાં મેઘરથ નામે રાજા રાજ્ય કતા હતા. એક વાર તેમની સભામાં એક નિમિત્તીઓ આવ્યું. રાજાએ તેને સત્કાર કર્યો. તે વખતે સુબુદ્ધિ નામના મંત્રીએ નિમિત્તિઓને કહ્યું કે રાજાનું દેશનું તથા નગરનું - ભાવી સ્વરૂપ જણાવે ત્યારે તેણે કહ્યું કે આજથી સાતમે દિવસે
આ નગરીના રાજાના મસ્તક ઉપર વિજળી પડશે. આ સાંભળીને સઘળા ભયભીત બન્યા. રાજાએ મન્ત્રીઓને પૂછ્યું કે હવે શું કરવું. ત્યારે કેઈએ કહ્યું કે વહાણમાં બેસીને સમુ- . દ્રમાં રહેવું. બીજાએ કહ્યું કે પર્વતની ગુફામાં રહેવું. તે વખતે સુબુદ્ધિ મંત્રીએ કહ્યું કે હે સ્વામિન્ ! ધર્મ કરે જોઈએ, કારણ કે ધર્મથી સર્વ વિઘો નાશ પામે છે. ત્યારે - રાજાએ પૂછ્યું કે કયે ધર્મ કરે? સુબુદ્ધિ મત્રીએ કહ્યું કે પત્થરના ચક્ષને નગરને અધિપતિ બનાવી તમારે પૌષધ ગ્રહણ કરીને જિનગૃહમાં રહેવું. રાજાને પણ ચગ્ય લાગવાથી તેમ કર્યું. ત્યાર પછી સાતમે દિવસે નગરના અધિપતિ યક્ષ ઉપર વિજળી પડી તેથી યક્ષની પ્રતિમાના ચૂરેચૂરા થઈ ગયા. રાજા બચ્ચા તેથી સઘળા લેકે રાજી થયા. પૌષધમાં રહેલ રાજા મુનિ જેવા છે તેથી સઘળા વિઘો દૂર થયા. ત્યાર પછી ફરીથી મેઘરથ રાજાને ગાદી ઉપર અભિષેક કર્યો. રાજા પણ લાંબા કાળ સુધી રાજ્યનું પાલન કરી ચારિત્ર ગ્રહણ કરી સમાધિથી આરાધના કરી મરણ પામી દેવ થયા. ત્યાર પછી અનુક્રમે શ્રીશાતિજિન થયા. આ કથાને વિશેષ ભાગ શ્રીશાન્તિનાથ ચરિત્રમાં આગળ