________________
શ્રીપૂરપ્રક્રસ્પષ્ટથતિ:
* ૨૫૧ લોકાર્થ –નિર્મળ પૌષધવ્રત (ના પોલન) વડે મુનિની સમાનતા થાય છે તેમાં આશ્ચર્ય શું? પરંતુ મેઘરથ રાજાની જેમ અનુક્રમે તીર્થકરપણું પણ પ્રાપ્ત થાય છે. દષ્ટાંત કહે છે કે નિધન પુરૂષને ઈષ્ટ આપનાર ચિંતામણિ. રત્ન વડે કરીને ધનવાનની જ સમાનતા થાય છે શું? શું. રાજાની તુલ્યતા નથી થતી? અર્થાત્ રાજા સાથે પણ સમાનતા થાય છે. પર
સ્પષ્ટાર્થ –હવે અગિઆરમું પૌષધ નામનું વ્રત છે. જે ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ કહેવાય છે. આ પૌષધવ્રતનું નિર્મલ અતિચાર રહિત પાલન કરવાથી શ્રાવક પણ સાધુ તુલ્ય બને છે એટલે પૌષધ વ્રતમાં રહેલા શ્રાવક પણ મુનિની તુલ્યતાને પામે છે. એટલે કે પૌષધવત પાલવાથી મુનિના તુલ્યતા થાય તેમાં કાંઈ નવાઈ નથી, પરંતુ સોલમાં શ્રીશાન્તિનાથ તીર્થકરના પૂર્વ ભવના જીવ મેઘરથ રાજાની જેમ અનુક્રમે તીર્થકર પદવીની પણ પ્રાપ્તિ થાય છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે ધન રહિત પુરૂષને જે ઈચ્છિત આપનાર ચિંતામણિ ન મળે તો તેનાથી તે મનુષ્યને ધનવાન પુરૂષની સમાનતા થાય છે એટલું જ નહિ પરંતુ તેનાથી તેને રાજાની પણ સમાનતા પ્રાપ્ત થાય છે. અથવા ચિંતામણિ રત્નના પ્રભાવથી રાજાની પદવી પણ મળે . છે. તેવી રીતે નિર્મળ પૌષધ વ્રતનું પાલન કરવાથી છેલ્લી તીર્થકર પદવી સુધીની પદવી પણ અનુક્રમે મળે છે, માટે ધર્મની પુષ્ટિ કરનાર આ પૌષધ વ્રત દરેક ભવ્ય જીવે અવશ્ય કરવું જોઈએ. અને પર્વતિથિઓમાં તે વધારે વાર કરવો જોઈએ. પર