________________
૨૪૮
શ્રીવિજયપદ્યસૂરિકૃતમારે રહેવાની રચના કરો. ત્યાર પછી કેકાશે તે રાજાને કહ્યું કે તમારી ઈચ્છા મુજબ સર્વ રચના કરીશ. ત્યાર પછી કેકાશે કાકજંઘ રાજાના પુત્રને ગુપ્ત રીતે ખબર આપ્યા કે અમુક દિવસે હું આ રાજાને તેના પુત્ર સાથે મારીશ માટે તે દિવસે લશ્કર લઈને અવશ્ય આવવું.
હવે કેકારો મહેલ બનાવ્યું. અને તે મહેલ ઉપર પુત્ર સહિત રાજાને ચઢાવ્યું. પછી તેમાં કરેલી રચના પ્રમાણે તેણે તે પ્રાસાદને એકદમ સંકેચી કાઢયે. તેથી પુત્ર સહિત રાજા તેમાં કચરાઈ ગયો. તે વખતે કાકજંઘના પુત્રે એકદમ તે નગર ઉપર ચઢાઈ કરી અને નગરીને જીતી લઈને માબાપને મૂકાવ્યા તથા સુતારને પણ છુટ કર્યો. ત્યાર પછી તેઓ સઘળા પિતપોતાને સ્થાને ગયા. અનુક્રમે કાલ કરીને તેઓ દુર્ગતિમાં ગયા. આ પ્રમાણે દેશાવકાસિક વ્રતનું પાલન નહિ કરવાથી તેઓ સઘળા દુઃખી થયા એવું જાણીને હે ભવ્ય જીવો! તમે પણ આ વ્રતને શુદ્ધ ભાવથી જરૂર આરાધજે. •
' ઈતિ કેકાશ-કાકજઘ કથા છે. '
અવતરણ–આજ વ્રતને અંગે વધુ બીના જણાવે છે –
( માજીનીવૃત્ત૬ ) गुरुवचन वियोगाज्ञातदेशावकाशो,
। विपदि तरति पुण्याच्चेयथा लोहजङ्गः ।