________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ:
૨૪૭
અત્યંત પછડાતા પાંખ ભાગવાથી કલિંગ દેશમાં તળાવના કાંઠે પડે. પછી તેને જલદીથી સુધારવાને માટે વાંસો વગેરે લાવવાને માટે કે કાશ રથકાર પાસેના ગામમાં ગયે. તે નગરમાં એક સુથાર રાજાને માટે ઉત્તમ રથ બનાવતો હતો. તેણે રથનું એક પૈડું બનાવ્યું હતું અને બીજું અધું બનાવ્યું છે તે વખતે કેકાશે ત્યાં આવીને તે સુથારને કહ્યું કે ગરૂડને સમારવાને માટે ઉપકરણો આપે. ત્યારે તેણે કહ્યું કે ઘેરથી લાવીને આપું છું. એમ કહીને તે લેવાને ઘેર ગયો. ત્યારે કે કાશે તે અર્ધ ચક બનાવી કાઢયું. તેમાં એવી બનાવટ કરી કે તે વેગથી ચાલે છે અને ખલના થાય તે પણ પડે નહિ. પરંતુ તે ઉલટી બાજુએ ચાલે છે અને બીજું ચક (પડું) અલના પામે તો પડે છે. સુથાર શસ્ત્રો લઈને આવ્યો ત્યારે તે ચક જોઈને તેણે તરત જ કેકાશને ઓળખે. એટલે તેણે તે વાત રાજાને જણાવીને કહ્યું કે જેના બલથી કાકજંઘે સઘળા રાજાને વશ કર્યા તે કેકાશ આવ્યો છે. આવા તેના વચનથી રાજાએ જઈને કેકાશને પકડશે. અને તેને મારીને પૂછ્યું ત્યારે રાણી સાથે કાજે ઘ રાજા આવ્યો છે વગેરે હકીક્ત કહી, જેથી તે રાજાએ તળાવ પાસે જઈને પ્રિયા સાથે કાકજંઘને પકડે. અવિરતિવાળાને પગલે પગલે આપત્તિઓ આવે છે. આ રાજાએ આપણને દર વર્ષે દંડયા છે એ વાત સંભાળીને તેનું મોટું વેર લેવાને તે કાકજંઘને ભજનનો નિષેધ કર્યો.
ત્યાર પછી તે રાજાએ કેકાશને કહ્યું કે મારા સે પુત્રને માટે સાત ભૂમિવાળો મહેલ બનાવે અને વચમાં