________________
२४१
શ્રીવિજયપદ્યસૂરિકૃત--. તેણે રાજાને કહ્યું કે તમારી પાસે મારા જેવા કેઈ હોય તે આ પગમાંથી તેલ કાઢે. પણ કેઈ તે પગમાંથી તેલ કાઢી શકયું નહિ. અને તેલને લીધે રાજાને પગ બળવા લાગ્યો, જેથી તેને પગ કાગડા જેવો કાળો થઈ ગયો અને તેથી લેકે તેને કાકજંઘ કહેવા લાગ્યા.
તે ચારે શ્રાવકોએ પિતાના સ્વામીના વિયોગથી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. હવે પારક નગરમાં મેટો દુકાળ પડે તેથી તે કોકાશ રથકાર ઉજજયિનીમાં આવ્યું. અને રાજ સાથે ઓળખાણ કરવા માટે કાષ્ટના કપતે (કબુતરો બનાવીને રાજાના કેડારમાંથી હંમેશાં ચોખા મંગાવતો હતે. રખવાળોએ રાજાને આ વાત જણાવી. તેથી રાજાએ કેકાશને બોલાવીને તેને રથકારના પદે સ્થાપન કર્યો.
આ કેકાશ રથકારે રાજાને માટે એક કાષ્ટને ગરૂડ બનાવ્યું જે કીલીકાને પ્રયોગથી સજીવની જેમ આકાશમાં ઉડતો હતો. તેમાં બેસીને રાણી તથા રથકાર સાથે રાજા સઘળી પૃથ્વી ઉપર ભમે છે. હું આકાશ માર્ગે આવીને તમને હણીશ એવી ધમકી આપીને તેણે સઘળા રાજાઓને પિતાને વશ કર્યા.
એક વાર તે રાણીને અન્ય રાણીઓએ પૂછ્યું કે કઈ ખોલીથી આ ગરૂડ પાછો ફરે છે, ત્યારે તેણીએ સરલ ભાવથી તે ખીલી દેખાડી. ત્યાર પછી એક રાણીએ ઈષ્યને લીધે તે ખીલી કાઢી લીધી. ત્યાર પછી રાજા તે ગરૂડ ઉપર બેસીને ગયે, પરંતુ પાછો વાળવા માંડે ત્યારે તે ગરૂડ પાછો ફર્યો નહિ. હવે ભમતે એ તે ગરૂડ પ્રચંડ વાયુથી