________________
૨૪૪
શ્રીવિજ્યપદ્યસૂરિકૃતકે પ્રમાદી મનુષ્ય આ વ્રતને ત્યાગ કરીને કાકજંઘ નામના રાજા તથા કેકાશ નામના સુતારની જેમ સંકટમાં આવી પડે છે. આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે –કાતિવાળો એ ચંદ્ર રાત્રીએ પ્રભાને ધારણ કરે છે છતાં તે ચંદ્ર દિવસે ઉદય પામે છે ત્યારે પ્રભાને ધારણ કરતા નથી, કારણ કે સૂર્યની પ્રભા આગળ તેની પ્રભા ઝાંખી પડી જાય છે. વળી બીજુ દષ્ટાન્ત આપતાં જણાવે છે કે મનુષ્ય મેઘ અથવા વરસાદને જે તે ચગ્ય સમયે વરસે તો તેને આવકાર આપે છે. પરંતુ જે ત મેઘ અકાલે વરસે એટલે અનાજ પાકી ગયા કેડે જ્યારે તેની જરૂર ન હોય ત્યારે વરસે અથવો મેસમ વિના વરસે તે લોકે તેને આદર કરતા નથી અથવા તેવા વરસાદથી આનંદ થવાને બદલે તેને તિરસ્કાર મળે છે. ૫૦
કોકાશ અને કાકજંઘની કથા–
સોપારક નામના નગરમાં કઈક રથકારની દાસીને બ્રાહ્મણથી કાકાશ નામે પુત્ર થયે જ્યારે રથકાર પોતાના પુત્રને શિલ્પકળા શીખવે છે, ત્યારે તે મૂક ભાવ વડે સાંભળતો ન હોય તેમ રહે છે. તે તેના પુત્રોને શીખડાવે છે, છતાં તેઓ શીખતા નથી, પરંતુ તે કેકાશ પિતાની મેળે જ તે શીખી ગયો. રથકાર મરણ પામ્યો ત્યારે રાજાએ તેની પદવી કેકાશને આપી તેથી કેકાશ પ્રસિદ્ધ થયે.
હવે ઉજયિની નગરીમાં પરમહંત (શ્રાવક) એક રાજા હતા. તેની પાસે કાર્યકુશળ એવા ચાર શ્રાવકે હતા. તેમાંને. એક શ્રાવક તેવા પ્રકારના પાક બનાવતું હતું કે