________________
એ
આવ્યું તેમ
૨૪૨
શ્રીવિજય પદ્યસૂરિકૃત રહ્યો. તે વખતે દાસીએ દી કરીને ત્યાં મૂક્યું. તે વખતે રાજાએ પિતાના મનમાં એ અભિગ્રહ લીધે કે જ્યાં સુધી આ દો સળગતે રહેશે ત્યાં સુધી હું કાઉસગ પારીશ નહિ. દાસીએ સ્વામિની ભક્તિને લઈને દીવામાં ફરીથી તેલ પૂર્યું એટલે રાજા તો કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. ફરીથી પણ તેલ ખૂટવા આવ્યું ત્યારે દાસીએ દીવામાં તેલ પૂર્યું. એ પ્રમાણે આખી રાત્રી સુધી દાસીએ દીવામાં જેમ જેમ તેલ ખૂટવા આવ્યું તેમ તેમ દીવામાં તેલ પૂર્યા કર્યું, તેથી દીવો ઓલવાયે નહિ. અને રાજાએ પણ પિતાના મનના પરિણામ બગાડ્યા સિવાય કાઉસગ્ગ પાર્યો નહિ. એ પ્રમાણે સૂર્યોદય થયે ત્યારે રાજાએ કાઉસગ્ગ પાર્યો. આખી રાત ઉભા રહેવાથી શરીરની કમળતાને લીધે રૂધિરથી ભરાઈ ગએલા ચરણેવાળો તે ચાલવાને અશક્ત થઈ જવાથી ભૂમિ ઉપર પડયો અને મરણ પામીને સદ્ગતિ પામ્યા. એ પ્રમાણે સામાયિક વ્રતનું સમતા ભાવે પાલન કરવાથી જેમ ચંદ્રાવતંસક રાજા સદ્ગતિને પામે તેમ ભવ્ય જીવોએ પણ નિર્મલ સામાયિક કરવામાં ઉદ્યમ રાખવું જોઈએ.
રાજાએ નહિ
|| ઇતિશ્રી ચંદ્રાવસક રાજાની કથા છે
અવતરણએ પ્રમાણે ત્રેવીસમું સામાયિક વ્રત નામનું દ્વાર કહીને વસમું દેશાવકાશિક નામના દશમાં વ્રતનું દ્વાર કહે છે--