________________
શ્રી પ્રકરસ્પષ્ટાર્યાદિત
૨૪૧ - - સ્પષ્ટાર્થક-સામાયિકને મહિમા જણાવતાં કવિશ્રી કહે છે કે ઓછામાં ઓછું બે ઘડી પ્રમાણુનું એટલે ૧૮ મીનીટ સુધી સમભાવપૂર્વક કરેલું સામાયિક પણ લાંબા કાળના એકઠા થએલા કર્મને નાશ કરે છે. જે માટે કહ્યું છે કે જે મનુષ્ય કોડે જન્મ સુધી તીવ્ર તપ કરવાથી પણ જે કર્મને નાશ કરતો નથી, તે કર્મને સમતાનું આલંબન કરનારે જીવ ક્ષણાર્ધમાં હણી નાખે છે. કહેવાને સાર એ છે કે સમતા એટલે રાગદ્વેષ રહિતપણું રૂપ નિર્મલ અવસ્થાન પામેલો જીવ એક સામટાં ઘણાં કર્મોની નિજા કરે છે. વળી ઉચ્ચ બુદ્ધિવાળાના ધર્મકાર્યનું શું કહેવું? એટલે . જે સમજણ પૂર્વક સામાયિકાદિ રૂપ ધર્મકાર્ય કરે છે તેને ઘણું કર્મની નિર્જરા થાય તેમાં તે કહેવું જ શું? તેને તે ઘણું કર્મની નિર્જ થાય જ. આ સામાયિક વ્રતને વિષે ચંદ્રાવતંસક નામના રાજાની કથા પ્રસિદ્ધ છે તે નીચે જણાવવામાં આવે છે. બીજું દષ્ટાન્ત આપતાં જણાવે છે કે પાણીના સ્પર્શ માત્રથી પણ મલીનતા નાશ પામે છે. તેમ દવે પ્રગટ થવા માત્રથી જ જેમ અન્ધકારને નાશ થાય છે. જેમ તે વાત સાચી છે તેમ પાણી અને દીપક સમાન સામાયિકથી જીવની મલીનતા દૂર થાય છે અને મોહ રૂપી અલ્પકારનો નાશ થાય છે. ૯
ચદ્રાવત સક રાજાની કથા આ પ્રમાણે –
વિશાલા નામની નગરીમાં ચંદ્રાવતંસક નામે રાજા હતો. તે પરમ જેન હતું. તેણે એક વખતે રાત્રીએ પિતાના મહેલમાં સામાયિક વ્રત લીધું અને તે કાઉસગ્ગ ધ્યાનમાં