________________
૨૩૯
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: જેમ ચંદનનું કરંતા તન સુગંધી બાહ્યથી, + નિર્મલ અને નિજ આતમાસામાયિકે શુભ ભાવથી. ૨
: લોકાથ:–શત્રુ અને મિત્રને વિષે સમભાવ વડે કરેલું સામાયિક ચંડઅદ્યતન રાજાને છુટા કરનાર ઉદાયી રાજાની જેમ સિદ્ધિને માટે થાય છે. પરંતુ કપટથી તે (સામાયિક) કરનારને અપ્રગટ કઢના રેગવાળાને ગશીર્ષ ચન્દન રૂપે વસ્ત્રની જેમ બહારથી શરીરની શુદ્ધિ માટે થાય છે. ૪૮
સ્પષ્ટાથે--કવિ મુનિરાજ નવમાં સામાયિક વ્રતનું સ્વરૂપ જણાવે છે. શત્રુ અને મિત્રને વિષે સમતા ભાવ રાખ એટલે શત્રુને વિષે દ્વેષ ભાવ રાખવો નહિ અને મિત્રને વિષે રાગ રાખ નહિ એવા સમભાવના જે પરિણામ તે સામાયિક કહેવાય છે. આ પ્રમાણે સમતા ભાવથી કરેલું સામાયિક ચંડપ્રદ્યોતન નામના રાજાને તે કેદમાંથી છુટ કરનાર ઉદાયી રાજાની જેમ સિદ્ધિને માટે થાય છે. (આ ઉદાયી રાજાની વાત શરૂઆતમ લેક ૧૦મા માં આપેલી છે. માટે અહીં આપવામાં આવતી નથી.) તે સામાયિક કપટભાવથી કરવામાં આવે તો તે તેને કાંઈ લાભ કરનાર થતું નથી, ફક્ત તેની શરીરની શુદ્ધિ માટે થાય છે. આ બાબતમાં દષ્ટાન આપતાં જણાવે છે કે જેમ કેઈ અપ્રગટ કઢ રેગવાળાને ગશીર્ષ ચદનરૂપી વસ્ત્ર બહારની અંગ શુદ્ધિ માટે જ થાય છે. કારણ કે તેને કરવામાં આવેલ ગશીર્ષ ચન્દનનું વિલેપન તેના અંદરના વેઢ રેગને નાશ કરનારૂં થતું નથી, પરંતુ ફક્ત બહારથો શરીરની શુદ્ધિ