________________
૨૩૬
શ્રીવિજયપદ્યસૂરિકૃતધિક્કાર થાઓ. અહીં દાન આપતાં જણાવે છે કે શ્રેણિક રાજાને પુત્ર અશોકચન્દ્ર (કેણિક રાજા) કે જેણે ચકવતી થવાની ઈચ્છા કરી અને પ્રભુ શ્રી મહાવીર દેવે હવે આ
વીશીમાં કઈ ચક્રવર્તી થનાર નથી એવું કહ્યા છતાં હું ચકવર્તી કેમ ન થઈ શકું એમ કહીને વગર કારણે લડાઈઓ કરી. છેવટે દેવતાએ તેને બાળી નાખ્યું અને મરીને નરકે ગયે. આવી રીતે ફેગટ અનર્થદંડ આચરીને મૂર્ખ જ નરકે જાય છે તે ખેદની વાત છે. અહીં ઉદાહરણ આપતાં જણાવે છે કે શરભ અથવા અષ્ટાપદ (એક જાતનું આઠ પગવાળું પશુ) જે મેઘની ગર્જના સાંભળીને મેઘની સામે ઉછળે છે તો તે શું પોતાના શરીરને લાગતું નથી ? અથવા મેઘની સામે ઉછળતા તે શરભના શરીરના હાથ વગેરે અંગેને વિનાશ થાય છે. તેવી જ રીતે પર્વત ઉપર પિતાના દાંતના પ્રહાર કરતાં હાથી પણ પર્વતને કાંઈ નુકસિાન કરી શકતો નથી પરંતુ ઉલટે તે પોતાના શરીરને જ વિનાશ કરે છે, તેવી રીતે અનર્થદંડનું સેવન કરનાર જી ફેગટ પિતાની જ દુર્ગતિના કારણે થાય છે. માટે અનર્થદંડને ત્યાગ કરવો જોઈએ.
અશચંદ્ર અથવા કૃણિકની કથા આ પ્રમાણે--
ચંપા નગરીમાં શ્રેણિક રાજાને પુત્ર અશોકચંદ્ર (જેનું બીજું નામ કુણિક) નામે રાજા રાજ્ય કરતા હતા. એક વાર ત્યાં શ્રીવીર પ્રભુ સેમેસર્યો. તે વખતે કૃણિક રાજા તેમને વંદન કરવાને ગયે. પ્રભુને નમીને હાથ જોડીને તેણે પૂછ્યું કે હે ભવગન ! જે ચકવર્તીઓએ કામોને