________________
૨૬
શ્રીવિજપદ્મસૂરિકૃતયુવરાજ પદવી આપીને મેં પણ ગુરૂની પાસે દીક્ષા લીધી. ને આ કર્કોટક નામે ગિરિ ઉપર હું તપ કરું છું.
પછી મુનિએ ચારૂદત્તને ત્યાં આવવાનું કારણ પૂછ્યું, ત્યારે ચારૂદ પણ પિતાનું સર્વ વૃત્તાન્ત જણાવ્યું. તે દરમિઆન તે રાજર્ષિને બે પુત્રે ત્યાં આવી મુનિને તથા ચારૂદત્તને નમીને બેઠા. તે વખતે કઈક ઉત્તમ દેવ ત્યાં આવ્યું. તેણે પ્રથમ ચારૂદત્તને નમસ્કાર કર્યો અને પછી તે મુનિને નમ્યાં. વિદ્યાધરેએ મુનિને પછી નમસ્કાર કરવાનું કારણ પૂછ્યું ત્યારે દેવે કહ્યું કે આ ચારૂત્ત મારા ધર્માચાર્ય છે માટે મેં તેમને પ્રથમ પ્રણામ કર્યો અને મુનિને પછીથી કર્યો. આગલા ભવમાં પોતે બેકડે હતો અને ચારૂદ નમસ્કાર મંત્ર આપ્યો તેથી પોતે દેવ થયા અને તેથી પ્રથમ પિતાના ધર્માચાર્ય ચારૂદત્તને નમસ્કાર કર્યો. આ પ્રમાણે દેવે કહ્યું. ત્યારે તે બંને વિદ્યાધરેએ કહ્યું કે અમારા પિતાને પ્રાણ આપનાર હોવાથી અમારા પણ તે ઉપકારી છે. ત્યાર પછી તે બે વિદ્યાધરેએ પણ ચારૂદત્તને સત્કાર કર્યો. દેવ તે જ ક્ષણે ચારૂદત્તને ચમ્પાપુરીએ લઈ ગયે. પછી ઘણું રત્નો તથા દ્રવ્ય વગેરે આપીને દેવ અદશ્ય થયું. ત્યાર પછી ચારૂદત્ત પિતાની સતી સ્ત્રી મિત્રવતીને તથા વસન્તસેનાને મળે. એ પ્રમાણે છેવટે તે સુખી થયો. આ વાર્તાને સાર એ છે કે ચારૂદત્તે દિશાઓમાં ગમન કરવાને નિયમ કર્યો નહોતો તેથી તે જુદી જુદી દિશાઓમાં રખડયો અને અનેક પ્રકારે દુઃખી થયા. એમ સમજીને ભવ્ય જીવોએ આ દિગવિરમણ નામનું વ્રત જરૂર ગ્રહણ કરવું જોઈએ.
છે ઈતિ ચારૂદત્ત કથા છે